PM મોદીએ BJP નેતા વસીમ બારીની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું, નડ્ડાએ કહ્યું- બલિદાન વ્યર્થ નહીં જાય

News18 Gujarati
Updated: July 9, 2020, 7:39 AM IST
PM મોદીએ BJP નેતા વસીમ બારીની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું, નડ્ડાએ કહ્યું- બલિદાન વ્યર્થ નહીં જાય
8 સુરક્ષા કમાન્ડો હોવા છતાંય આતંકવાદીઓએ બીજેપી નેતા વસીમ બારી, તેમના ભાઈ અને પિતાની હત્યા કરી

8 સુરક્ષા કમાન્ડો હોવા છતાંય આતંકવાદીઓએ બીજેપી નેતા વસીમ બારી, તેમના ભાઈ અને પિતાની હત્યા કરી

  • Share this:
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના બાંદુપુરા જિલ્લામાં બુધવાર રાત્રે આતંકવાદીઓએ બીજેપી (BJP) નેતા વસીમ બારી (Wasim Bari), તેમના પિતા અને ભાઈની ગોળી મારી હત્યા કરી દીધી. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દુઃખ વ્યક્ત કર્યું છે. બીજેપી નેતા જિતેન્દ્ર સિંહે ટ્વિટ કરીને જાણકારી આપી કે પીએમ મોદીએ ફોન પર વસીમ બારીની હત્યાના સંબંધમાં સમગ્ર જાણકારી મેળવી છે. તેની સાથે જ તેઓએ તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી. બીજી તરફ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ સ્પષ્ટપણે કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં પાર્ટી નેતા વસીમ બારી અને તેમના પરિવારના સભ્યોના મોત પાર્ટી માટે મોટું નુકસાન છે અને કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું, ‘અમે શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઈને જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં થયેલા એક કાયતરા ભર્યા હુમલામાં ગુમાવી દીધા . આ પાર્ટી માટે મોટું નુકસાન છે. પરિવારના પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ છે. સમગ્ર પાર્ટી દુઃખના આ સમયમાં પીડિત પરિવારની સાથે છે. હું આશ્વસ્ત કરું છું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.’

આ પણ વાંચો, SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ! હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો

બીજી તરફ, પાર્ટી નેતા રામ માધવે આતંકવાદીઓ દ્વારા પાર્ટી નેતા અને તેમના પરિજનોની હત્યા કરવા અંગે શોક વ્યક્ત કર્યો. જમ્મુ-કાશ્મીરમાં બીજેપીના મુખ્ય રણનીતિકાર રામ માધવે ટ્વિટ કર્યું, ‘બાંદીપોરામાં યુવા બીજેપી નેતા વસીમ બારી અને તેમના ભાઈની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવાથી સ્તબ્ધ અને દુઃખી છું. બારીના પિતા પણ ઘાયલ થયા હતા, જેઓ પોતે પણ એક વરિષ્ઠ નેતા છે. 8 સુરક્ષા કમાન્ડો હોવા છતાંય આ ઘટના બની. પરિવાર પ્રત્યે મારી સંવેદના.’


આ પણ વાંચો, ચિમ્પાન્ઝીએ સિંહ બાળને પીવડાવ્યું દૂધ, Video જોઈ લોકોએ કહ્યું- ‘આ મમતા છે’

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાંગ સિંહે જણાવ્યું કે, આતંકવાદીઓએ બીજેપીના જિલ્લાધ્યક્ષ વસીમ અહમદ બારીની દુકાનની બહાર રાત્રે લગભગ 9 વાગ્યે ગોળી મારી દીધી જેમાં તેમનું મોત થઈ ગયું. ડીજીપીએ જણાવ્યું કે બારીના ભાઈ ઉમર અને પિતા બશીર અહમદ ગોળી વાગવાથી ઘાયલ ગયા હતા. તેમને બાંદીપુરા જિલ્લા હૉસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના મોત થયા છે. આ મામલામાં બેદરકારી રાખવાના આરોપમાં 8 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.

 
Published by: Mrunal Bhojak
First published: July 9, 2020, 7:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading