અયોધ્યા ચુકાદા પર PM મોદીનું ટ્વિટ : દેશના લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો સમય

News18 Gujarati
Updated: November 9, 2019, 2:36 PM IST
અયોધ્યા ચુકાદા પર PM મોદીનું ટ્વિટ : દેશના લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો સમય
પીએમ મોદી

આ નિર્ણયને કોઈની હાર કે જીતની દ્રષ્ટિથી ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય તમામ લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો છે : PM મોદીનું ટ્વિટ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશની સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઘણા વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા રામ જન્મભૂમિ (Ram Janmbhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque) જમીન વિવાદનો ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમના ચુકાદાની ઘડીએ પીએમ મોદી પંજાબ ખાતે કરતારપુર કૉરિડોરની ઉદ્ધાઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા. પીએમ મોદીએ સુપ્રીમના ચુકાદા બાદ ટ્વિટ કરીને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

ભારત ભક્તિની ભાવનાને મજબૂત બનાવવાનો સમય

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પીએમ મોદીએ એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, "દેશની સર્વોચ્ચે અદાલતે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આ નિર્ણયને કોઈની હાર કે જીતની દ્રષ્ટિથી ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય તમામ લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો છે. દેશના લોકોને મારી અપીલ છે કે શાંતિ, સદભાવના અને એકતા બનાવી રાખે."

મોદીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, આ ચુકાદાથી સામાન્ય લોકોમાં ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ વધારે મજબૂત થશે. આપણા દેશની હજારો વર્ષ જૂની ભાઈચારાની ભાવના જળવાયેલી રહી છે તે પ્રમાણે આજે 130 કરોડ ભારતીયોએ શાંતિ અને સંયમનો દાખલો બેસાડવાનો છે.

અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય અનેક કારણથી મહત્વન પૂર્ણ છે. 1) આ ચુકાદો જણાવે છે કે કોઈ વિવાદના સમાધાન માટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું કેટલું જરૂરી છે. 2) દરેક પક્ષને પોતાની દલીલો રજૂ કરવા માટે પૂરતો સમય અને મોકો આપવામાં આવ્ય હતો. 3) ન્યાયના મંદિરે દશકાઓ જૂના કેસનું સૌદાર્દપૂર્વક સમાધાન કર્યું.

આ પણ વાંચો :  સંઘના વડા ભાગવતે કહ્યું, 'સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું'
First published: November 9, 2019, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading