કોંગ્રેસના રેણુકા ચૌધરીના અટ્ટહાસ્ય પર મોદીએ કહ્યું 'રામાયણની યાદ અપાવી'

News18 Gujarati
Updated: February 8, 2018, 9:27 AM IST
કોંગ્રેસના રેણુકા ચૌધરીના અટ્ટહાસ્ય પર મોદીએ કહ્યું 'રામાયણની યાદ અપાવી'

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીના હાસ્ય પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રામાયણ ઘારાવાહિક સમાપ્ત થયા પછી પહેલીવાર આવું હાસ્ય સંભળાઈ રહ્યું છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલ ચર્ચા પર વડાપ્રધાન જવાબ આપી રહ્યાં હતાં. તે દરમિયાન કોઈવાત પર કોંગ્રેસની નેતા રેણુકા ચૌધરી જોરથી હસ્યા હતા.

સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ રેણૂકાના હાસ્યના કારણે તેમને ટોક્યા પણ હતાં. કહ્યું કે વડાપ્રધાનના ભાષણ દરમિયાન આ રીતનો વ્યવહાર કરવો ન જોઈએ. તેમણે કોગ્રેંસ નેતાઓએ કહ્યું કે રેણુકાએ આ રીતને વ્યવહાર ન કરવાનું સમજાવો નહીં તો તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.



આ પર વડાપ્રધાને કહ્યું કે, 'રેણુકાજીને કાંઈ ન કહેશો કારણ કે રામાયણ ઘારાવાહિક સમાપ્ત થયા પછી પહેલીવાર આવુ હાસ્ય સાંભળ્યું છે.'

વડાપ્રધાનની આવી ટિપળ્ળી પછી સદનમાં સત્તા પક્ષ અને વિપક્ષના સદસ્યોમાં હસીની લહેર વ્યાપી ગઈ હતી.
First published: February 8, 2018, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading