નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર સતત વધી રહ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. કોવિડ-19ના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી. જેમાં તેમણે ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે હું તમને બધાને COVID 19 પરીક્ષણ આપવા પર ભાર આપવાની અપીલ કરું છું. આપણો લક્ષ્ય 70% આરટી-પીસીઆર પરીક્ષણ કરવાનો છે. સકારાત્મક મામલાની સંખ્યા વધારે થવા દે, વધારે પરીક્ષણ કરો. ભારતે કોવિડ-19 મહામારીની પ્રથમ લહેરની ચરમ સીમાને પાર કરી દીધી છે. કેટલાક રાજ્યોમાં સ્થિતિ ઘણી ગંભીર છે.
પીએમ મોદીએ કહ્યું કે હાલ સંપૂર્ણ લોકડાઉનની જરૂરત નથી, હાલ નાઇટ કર્ફ્યૂ જ બરોબર છે. કોવિડ મેનેજમેન્ટનો એક મોટો પાર્ટ વેક્સીન વેસ્ટેજને રોકવાનો પણ છે. વેક્સીનને લઇને રાજ્ય સરકારની સલાહ, ભલામણ અને સહમતિથી દેશવ્યાપી રણનીતિ બની છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે જેટલી વધારે વેક્સીનેશન કરીએ છીએ. તેના કરતા વધારે ટેસ્ટિંગ પર ભાર આપવાની જરૂર છે. ટેસ્ટિંગ અને ટ્રેકિંગનો ઘણો મોટો રોલ છે. ટેસ્ટિંગને હળવાશમાં લેવું જોઈએ નહીં.
પીએમે કહ્યું કે કોરોનાના પ્રસારને રોકવા માટે ફરીથી યુદ્ધસ્તર પર કામ કરવાનું જરૂરી છે. તમામ પડકાર છતા આપણી પાસે પહેલાની અપેક્ષાએ વધારે અનુભવ અને સંશાધન છે. વેક્સીન પણ આપણી પાસે છે.
મહામારી પર રાજનીતિમાં પહેલા દિવસથી જોઈ રહ્યો છું કે દેશના લોકોની સેવા કરવી આપણી જવાબદારી છે. હું તેના પર મોં ખોલવા માંગતો નથી. જે રાજનીતિ કરી રહ્યા છે તે કરી જ રહ્યા છે. મારે તેના પર કશું કહેવું નથી. બધા સીએમ પોતાના રાજ્યની સ્થિતિને બદલવાને લઈને સામે આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 11થી 14 એપ્રિલ સુધી બધા લોકો ટિકા ઉત્સવ મનાવે. વેક્સીનેશન સાથે માસ્ક અને સાવધાની જરૂરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર