Covid-19:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના ટેસ્ટ અને સીરો સર્વે વધારવા પર ભાર આપ્યો

Covid-19:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના ટેસ્ટ અને સીરો સર્વે વધારવા પર ભાર આપ્યો

પીએમ મોદીએ દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઇની રણનીતિ સમીક્ષા કરી, પીએમ મોદીએ ભારતીય વેક્સીન નિર્માતાઓના પ્રયત્નોની પણ પ્રશંસા કરી

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના ટેસ્ટ અને સીરો સર્વેને વધારવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે બધા માટે ઓછી કિંમતમાં નિયમિત રીતે ઝડપથી તપાસની સુવિધા જલ્દીથી જલ્દી ઉપલબ્ધ થવી જોઈએ. પીએમે કહ્યું કે તેમની સરકાર ઓછી કિંમતમાં બધાને વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ ભારતીય વેક્સીન નિર્માતાઓના પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી.

    પ્રધાનમંત્રીએ ભાર આપ્યો કે દેશમાં બધા માટે આસાનીથી અને ઓછી કિંમતમાં કોરોનાની તપાસ, વેક્સીન અને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. કોરોના વાયરસ મહામારી સામેના જંગમાં સતત નજર રાખવા અને ઉચ્ચ સ્તર પર તૈયાર રાખવાનું આહવાન કરતા પીએમે હેલ્થ ઓથોરિટીઝને નિર્દેશ આપ્યો છે કે કોરોનાના ટેસ્ટ અને સીરો સર્વેને વધારે.

    આ પણ વાંચો - શું મા અમૃતમ કાર્ડની યોજના બંધ થશે? આરોગ્ય કમિશ્નરે કરી આવી સ્પષ્ટતા

    કોરોનાને લઈને રિસર્ચ અને વેક્સીન નિર્માણની પ્રગતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ સતત વૈજ્ઞાનિક તપાસની સાથ સાથે પારંપરિક સારવાર પદ્ધતિના મહત્વ ઉપર પણ ભાર આપ્યો હતો. પીએમ મોદીએ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી વેક્સીન વિતરણની વ્યાપક તૈયારી વિશે પણ જાણકારી લીધી હતી.

    પીએમ મોદીએ આ મુશ્કેલ સમયમાં આયુષ મંત્રાલય તરફથી સાક્ષ્ય આધારિત-રિસર્ચ અને વિશ્વસનીય સમાધાન ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી. મિટિંગમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન, નીતિ આયોગના સભ્ય (હેલ્થ), પ્રિન્સિપલ સાઇંટિફિક એડવાઇઝર, ઘણા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને બીજા અધિકારી સામેલ થયા હતા.
    Published by:Ashish Goyal
    First published: