Home /News /national-international /

યૂપી, ગોવા, ઉત્તરાખંડમાં સરકાર બનાવવાને લઇને PM મોદીની બેઠક, અમિત શાહ, રાજનાથ સિંહ રહ્યા હાજર

યૂપી, ગોવા, ઉત્તરાખંડમાં સરકાર બનાવવાને લઇને PM મોદીની બેઠક, અમિત શાહ, રાજનાથ સિંહ રહ્યા હાજર

ભાજપા હવે કેબિનેટ અને મંત્રી પરિષદની યાદીમાં અંતિમ ક્ષણોમાં ફેરફાર કરવાની પ્રક્રિયામાં છે

PM Narendra Modi Meeting: યોગી આદિત્યનાથ 25 માર્ચે બીજા કાર્યકાળ માટે ઉત્તર પ્રદેશના સીએમના રૂપમાં શપથ લેશે. જોકે તેમના મંત્રીમંડળમાં કોણ-કોણ સામેલ થશે હાલ તેને લઇને કોઇ સમાચાર સામે આવ્યા નથી

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)રવિવારે નવી દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસ સ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), ગોવા અને ઉત્તરાખંડમાં સરકાર બનાવવાને લઇને એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સૂત્રોએ કહ્યું કે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ઉપસ્થિત રહ્યા હતા.

    યોગી આદિત્યનાથ 25 માર્ચે બીજા કાર્યકાળ માટે ઉત્તર પ્રદેશના સીએમના રૂપમાં શપથ લેશે. જોકે તેમના મંત્રીમંડળમાં કોણ-કોણ સામેલ થશે હાલ તેને લઇને કોઇ સમાચાર સામે આવ્યા નથી. ભાજપા હવે કેબિનેટ અને મંત્રી પરિષદની યાદીમાં અંતિમ ક્ષણોમાં ફેરફાર કરવાની પ્રક્રિયામાં છે.

    સતત બીજી વખત સીએમ બનશે યોગી આદિત્યનાથ

    ઉત્તર પ્રદેશની નવનિર્વાચિત ભાજપા સરકારનો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચે સાંજે 4 કલાકે યોજાશે. આ પહેલા સંભવત 21 માર્ચે કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભાજપા વિધાયક દળના નેતા પસંદ કરાશે. યોગી આદિત્યનાથ સતત બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બનશે.

    આ પણ વાંચો - જાપાન પછી હવે ઓસ્ટ્રેલિયાની જાહેરાત, ભારતમાં 1500 કરોડનું રોકાણ કરશે

    આ દરમિયાન ગોવામાં નવી સરકારની રચનાને લઇને રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને પાર્ટીના તેમના સહયોગી નેતા વિશ્વજીત રાણેએ શનિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સાવંત અને રાણેને ગોવાના મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવે છે.

    ગોવામાં 21 માર્ચે થશે બેઠક

    ગોવામાં પાર્ટી વિધાયક દળની બેઠક સોમવારે 21 માર્ચે થશે. જે પછી પાર્ટીના નેતા રાજ્યપાલ પી એસ શ્રીધરન પિલ્લૈ સાથે મુલાકાત કરશે અને આગામી સરકાર બનાવવાનો દાવો કરશે. ભાજપાએ રાજ્યની 40 વિધાનસભા સીટમાંથી 20 બેઠકો પર વિજય મેળવ્યો છે. ભાજપાને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (એમજીપી) અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.

    યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં PM મોદી અને ગૃહમંત્રી શાહ હાજરી આપશે!

    યોગી આદિત્યનાથ 25 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ તેમનો સતત બીજો કાર્યકાળ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી સંભાવના છે. વિપક્ષના મોટા નેતાઓ સોનિયા ગાંધી, મુલાયમ સિંહ યાદવ વગેરેને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Amit shah, Uttar Pradesh‬, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन