વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જૈસલમેરના જવાનો સાથે ઉજવી શકે છે દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળીનો તહેવાર દેશની રક્ષામાં તૈનાત સેનાના જવાનો સાથે ઉજવે છે. (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળીનો તહેવાર દેશની રક્ષામાં તૈનાત સેનાના જવાનો સાથે ઉજવે છે

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનોનો ઉત્સાહ વધારવા માટે દિવાળી (Diwali 2020)નો તહેવારે તેમની સાથે ઉજવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વઅતે જૈસલમેર બોર્ડર (Jaisalmer Border) પર ભારતીય સેના (Indian Army)ના જવાનોની સાથે દિવાળીની ઉજવણી (Diwali Celebration) કરી શકે છે. આ ખાસ પ્રસંગે પીએમ મોદીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (Bipin Rawat) અને સેના પ્રમુખ એમ. એમ. નરવણે (MM Narvane) પણ સામેલ થઈ શકે છે.

  નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળીનો તહેવાર દેશની રક્ષામાં તૈનાત સેનાના જવાનો સાથે ઉજવે છે. પીએમ મોદી આ પહેલા જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત અન્ય સ્થળોએ સેનાના જવાનોની વચ્ચે જઈને દિવાળી ઉજવી ચૂક્યા છે. આ ખાસ પ્રસંગે પીએમ મોદી જવાનો સાથે વાત કરે છે અને તેમના હાથે જ મીઠાઈ ખવડાવે છે.

  આ પણ વાંચો, ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલને ગણાવ્યા નર્વસ, કહ્યું- તેઓ એવા સ્ટુડન્ટ જેમનામાં ઝનૂનનો અભાવ

  છેલ્લા થોડા મહિનાઓથી લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. એવામાં પીએમ મોદી જવાનોને મળી તેમનો ઉત્સાહ વધારશે. તેની સાથે જ સેનાના જવાનો પણ પોતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિથી ઘણો સારો અનુભવ કરે છે. નોંધનીય છે કે , લદાખ તણાવની વચ્ચે પીએમ મોદી અચાનક લેહ પહોંચ્યા હતા અને તેઓેઅ જવાનો સાથે વાત કરીને તેમનો ઉત્સાહ અને જોશ વધાર્યો હતો.

  આ પણ વાંચો, આયુર્વેદ દિવસઃ વડાપ્રધાન મોદીએ જામનગર અને જયપુરની આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રને કરી સમર્પિત

  PM મોદીએ વર્ષ 2019માં દિવાળી જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પર તૈનાત જવાનો સાથે ઉજવી હતી. આ પહેલા વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડ સરહદ પર તૈનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તો વર્ષ 2017માં નરેન્દ્ર મોદી કાશ્મીરના ગુરેજ સેક્ટર ગયા હતા અને ત્યાં તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: