Home /News /national-international /

PM મોદીની લોકોને અપીલ- પદ્મ પુરસ્કાર માટે Grassroots પર કામ કરનારા લોકોને નોમિનેટ કરો

PM મોદીની લોકોને અપીલ- પદ્મ પુરસ્કાર માટે Grassroots પર કામ કરનારા લોકોને નોમિનેટ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

પદ્મ પુરસ્કારો માટે નામાંકન કે ભલામણો ઓનલાઇન જ કરી શકાશે જેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે

    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશના લોકોને પ્રેરણાદાયક લોકોને પદ્મ પુરસ્કારો (Padma Awards) માટે નામાંકિત કરવા માટે અનુરોધ કર્યો છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. વડાપ્રધાન મોદીએ રવિવારે કહ્યું કે, ભારતમાં અનેક પ્રતિભાશાળી લોકો છે, જે જમીની સ્તર (Grassroots Level) પર અસાધારણ કામ કરી રહ્યા છે. અનેકવાર, તે પૈકી ઘણા વિશે આપણને સાંભળવામાં કે જોવામાં નથી આવતું. શું તમે આવા પ્રેરક લોકોને જાણો છો? તમે તેમને #PeoplesPadma માટે નામાંકિત કરી શકો છો. નામાંકન 15 સપ્ટેમ્બર સુધી થશે. તેમણે પદ્મ પુરસ્કાર વેબસાઇટની લિંક પણ પોસ્ટ કરી છે જ્યાં લોકો નામાંકન કરી શકે છે.

    છેલ્લા થોડાક વર્ષોમાં મોદી સરકાર (Modi Government) સમાજના અનેક એવા નાયકો (Heroes)ને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરે છે જે ખૂબ ચર્ચામાં નથી રહેતા. આ પુરસ્કારો (Awards)ની સ્થાપના વર્ષ 1954માં થઈ હતી અને તેની ઘોષણા દર વર્ષે ગણતંત્ર દિવસ (Republic Day) પર કરવામાં આવે છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન કે ભલામણો ઓનલાઇન જ કરી શકાશે. સરકારે સેલ્ફ નોમિનેશન (Padma Awards Self Nomination)ની પણ જોગવાઈ રાખી છે.

    આ પણ વાંચો, Afghan Crisis: કંધારમાં તાલિબાનની પકડ વધી, ભારતે તમામ ડિપ્લોમેટ અને સ્ટાફને બહાર કાઢ્યા


    આ પણ વાંચો, J&K: ISIS મોડ્યૂલ અને ટેરર ફંડિંગ પર NIAનો સકંજો, ચાર સ્થળે દરોડા, પાંચની ધરપકડ

    પદ્મ વિભૂષણ (Padma Vibhushan), પદ્મ ભૂષણ (Padma Bhushan) અને પદ્મ શ્રી (Padma Shri) નામથી પદ્મ પુરસ્કાર કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પ્રદાન કરવામાં આવે છે. પદ્મ પુરસ્કારોની ભલામણો રાજ્ય સરકારો કે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસનો, કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો/ઉત્કૃષ્ટતા સંસ્થાનો વગેરેથી પ્રાપ્ત કરવામાં આવે છે, જેની પર પુરસ્કાર સમિતિ દ્વારા વિચાર કરવામાં આવે છે. પુરસ્કાર સમિતિની ભલામણના આધાર પર અને વડાપ્રધાન, ગૃહ મંત્રી અને રાષ્ટ્રપતિના અનુમોદન બાદ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આ પદ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Grassroots, Padma awards, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन