Bundelkhand Expressway - પીએમ મોદીએ ફેબ્રુઆરી બુંદેલખંડ એક્સપ્રેસ-વે ની આધારશિલા રાખી હતી, કોરોના મહામારી દરમિયાન પણ તેના નિર્માણ કાર્યમાં બાધા પહોંચવા દીધી ન હતી
લખનઉ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (pm narendra modi)આજે 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન (Bundelkhand Expressway Inauguration)કર્યું છે. આ પ્રસંગે લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે ધરતીમાંથી અગણિત શૂરવીરો જન્મ્યા, જ્યાના લોહીમાં ભારત ભક્તિ વહે છે, જ્યાંના પુત્ર-પુત્રીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે. તે બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વે ની ભેટ આપતા ઉત્તર પ્રદેશના સાંસદના નાતે મને ઘણો આનંદ થઇ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે અવરજવરના આધુનિક સાધનો પર પ્રથમ અધિકાર ફક્ત મોટા-મોટા શહેરોનો જ છે. જોકે હવે સરકાર પણ બદલી, મિજાજ પણ બદલ્યો છે. આ મોદી છે, આ યોગી છે જૂના વિચારને છોડીને, નવી રીતથી આગળ વધી રહ્યા છીએ.
પીએમે કહ્યું કે યૂપી નવા સંકલ્પોને લઇને હવે ઝડપથી દોડવા માટે તૈયાર થઇ ગયું છે. આ જ સબકા સાથ, સબકા વિશ્વાસ છે. કોઇ પાછળ ન રહે, બધા મળીને કામ કરે, આ દિશામાં ડબલ એન્જીન સરકાર સતત કામ કરી રહી છે. યૂપીના નાના-નાના જિલ્લા હવાઇ સેવા સાથે જોડાયા, આ માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
આ અત્યાધુનિક એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રના 7 જિલ્લામાંથી પસાર થશે. તેમાં સ્થાનીય લોકોને રાજધાની દિલ્હી સુધી પહોંચવામાં આસાની રહેશે. સાથે આ ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો થશે. પીએમ મોદીએ ફેબ્રુઆરી બુંદેલખંડ એક્સપ્રેસ-વે (Bundelkhand Expressway)ની આધારશિલા રાખી હતી. કોરોના મહામારી દરમિયાન પણ તેના નિર્માણ કાર્યમાં બાધા પહોંચવા દીધી ન હતી. તેનું પરિણામ એ છે કે આ નક્કી કરેલી ડેડલાઇનથી 6 મહિના પહેલા જ બુંદેલખંડ એક્સપ્રેસ-વે જનતા માટે ખોલવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ-વે ને બનાવવામાં 14,850 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે..
બુંદેલખંડ એક્સપ્રેસ-વે ના નિર્માણથી હવે ચિત્રકૂટથી દિલ્હીનું અંતર ફક્ત 6 કલાકમાં પુરુ થઇ જશે. આ એક્સપ્રેસ-વે ના નિર્માણથી યૂપીના આ પછાત વિસ્તારમાં ઉદ્યોગ ધંધા લગાવવાની સાથે એપીએમસીની સંખ્યા પણ વધશે. જેનાથી ઓછા સમયમાં ખેડૂત પોતાના પાકને દિલ્હી કે પછી મોટા માર્કેટમાં પહોંચાડી શકશે. આ નિર્માણ દરમિયાન આરામદાયક અને આસાન યાત્રા માટે કુલ 19 ફ્લાય ઓવર્સ, 224 અંડરપાસ, 14 મોટા બ્રિજ, 286 નાના બ્રિજ અને 4 રેલવે ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુંદેલખંડ એક્સપ્રેસ -વે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરેયા અને ઇટાવા જિલ્લામાંથી પસાર થશે
પાણીના દરેક ટીપા બચાવવાનો પ્રયત્ન
એક્સપ્રેસ-વે પર દરેક 500 મીટર પર વોટર હાર્વેસ્ટિંગ માટે રિવર્સ બોરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદનું પાણી પાક્કા નળીયાથી 15 મીટર લાંબા, 3 મીટર પહોળા અને 3 મીટર ઉંડા હોજમાં જશે. અહીંથી 50-50 ફૂટ ઉંડાઇમાં રિવર્સ બોરિગથી પાણી ભૂગર્ભમાં સમાઇ જશે.
Tomorrow, 16th July is a special day for my sisters and brothers of the Bundelkhand region. At a programme in Jalaun district, the Bundelkhand Expressway will be inaugurated. This project will boost the local economy and connectivity. https://t.co/wYy4pRQgx4pic.twitter.com/Y2liHsxE5U