Home /News /national-international /Modi@72: નરેન્દ્ર મોદી નવા ભારતના નિર્માણ માટે પ્રાચીન સાંસ્કૃતિક ભાવનાનું કેવી રીતે આહવાન કરી રહ્યા છે?

Modi@72: નરેન્દ્ર મોદી નવા ભારતના નિર્માણ માટે પ્રાચીન સાંસ્કૃતિક ભાવનાનું કેવી રીતે આહવાન કરી રહ્યા છે?

નવીનીકરણ કરવાની અને સમગ્ર માનવજાતના લાભાર્થે ફરીથી વિશ્વમાં તેની હાજરીને આગળ ધપાવવાની તક પકડી રાખી હતી.

સ્વતંત્ર ભારતમાં નવાં રાજકીય અને શૈક્ષણિક પરિબળો સંસ્થાનવાદી અને માર્ક્સવાદી પ્રભાવોને પ્રતિબિંબિત કરતાં હતાં, તેમણે ભારતની સભ્યતાને દંતકથા કે પૂર્વગ્રહ તરીકે ચીતરી હતી.

  David Frawley

  ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાથી મહાન રાષ્ટ્ર જ નથી, આ સાથે ભારત વૈવિધ્યસભર અને જીવંત સંસ્કૃતિ પણ છે અને ગહન સભ્યતા છે. આ સભ્યતા ઇતિહાસના પ્રારંભથી જ ટકી રહી છે અને વિશ્વમાં સૌથી ગૂઢ જ્ઞાન ફેલાવે છે. ભારત વિદેશી શાસન હેઠળ પણ કદીયે બંધિયાર નહોતું અને દરેક પેઢી સુધી મહાન આધ્યાત્મિક ઉપદેશો, ગુરુઓ, યોગીઓ અને ઋષિમુનિઓ લઈને આવ્યું છે. આજે નવા ભારતનો ઉદભવ માત્ર વિશ્વના અન્ય દેશો કે સંસ્કૃતિઓની નકલ તરીકે નહીં પણ વિશાળ સભ્યતાના વારસાને નવીનીકરણ અને ફેલાવા માટે થઈ રહ્યો છે.

  1947માં સ્વતંત્રતા બાદ ભારતે એક રાષ્ટ્ર તરીકે અને પોતાની ધાર્મિક સભ્યતા તરીકે વધુ એક વખત પોતાનું નવીનીકરણ કરવાની અને સમગ્ર માનવજાતના લાભાર્થે ફરીથી વિશ્વમાં તેની હાજરીને આગળ ધપાવવાની તક પકડી રાખી હતી. બાળગંગાધર તિલક, શ્રી અરવિંદ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા નેતાઓએ ભારતની આઝાદીની ચળવળની આ જ આશા અને આકાંક્ષા વ્યક્ત કરી હતી. સ્વામી વિવેકાનંદે યોગ અને વેદાંતને વિશ્વ સમક્ષ લાવવાની પ્રેરણા આપી હતી. ઘણા મહાન ચિંતકો અને ગુઠવાદીઓએ માનવજાતના આધ્યાત્મિક નવીનીકરણમાં મદદ રૂપ થવા માટે અને ચેતનાના બ્રહ્માંડના નવા દર્શન માટે ભારત તરફ નજર દોડાવતા હતા.

  ભારતની સભ્યતાના વારસા અને ઓળખને બદનામ કરવાનો પ્રયાસ કરનારા સંસ્થાનવાદી દમનમાંથી ભારતની સ્વતંત્રતાના થોડા સમય બાદ જ દેશ એવા નેતાઓના શાસન હેઠળ આવ્યો કે જેઓ ભારતની પ્રાચીનતાને સમજતા ન હતા. સ્વતંત્ર ભારતમાં નવાં રાજકીય અને શૈક્ષણિક પરિબળો સંસ્થાનવાદી અને માર્ક્સવાદી પ્રભાવોને પ્રતિબિંબિત કરતાં હતાં, તેમણે ભારતની સભ્યતાને દંતકથા કે પૂર્વગ્રહ તરીકે ચીતરી હતી. આઝાદી પછીના નહેરુવાદી/કોંગ્રેસ ભારતે ઋષિમુનિઓના સાચા ભારતનું સન્માન કર્યું ન હતું અને તેમની પોતાની રાજવંશીય વ્યક્તિગત છબીઓમાં ભારતને ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

  આ પણ વાંચો: દેશની માતાઓના આર્શીવાદ મળ્યા; MPના બોલ્યા PM મોદી

  મોદી, ન્યૂ ઇન્ડિયા અને સભ્યતાની ઓળખ

  આજે વર્ષ 2022માં આઝાદીનાં 75 વર્ષ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે. આજનું ભારત ગતિશીલ અને વિસ્તરતું ભારત છે. આજનું ભારત દેશ, સંસ્કૃતિ અને શાશ્વત ભારતની સભ્યતાનું સન્માન કરવા ઉપરાંત રાજકીય અને આર્થિક સ્તરે આધુનિક રાષ્ટ્રનું જોડાણ કરે છે.

  મહાન સભ્યતા તેના સ્મારકો દ્વારા પ્રદર્શિત થાય છે. ભારતની ધાર્મિક સભ્યતા માટે તેમાં મહાન મંદિરો અને પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે. આ મંદિરો અને પવિત્ર સ્થળોનું નિર્માણ ઘણી સદીઓથી કરવામાં આવ્યું હતું. તમે તે ઘણા સ્થળોએ જોઈ શકો છો પણ ખંડેર હાલતમાં, આ સ્થળોની ઉપેક્ષા થતી આવી છે. પણ વડાપ્રધાન મોદીએ ભારતના આ હેરિટેજ સ્થળો, ખાસ કરીને અયોધ્યા, કેદારનાથ, કાશી વિશ્વનાથ અને અનેક તીર્થયાત્રીઓ તેમજ ભારતની સ્થાયી સભ્યતાને પ્રતિબિંબિત કરતા નવા સ્મારકોનું સન્માન કર્યું છે અને તેમને બેઠા કરવામાં મદદ કરી છે.

  વડાપ્રધાન મોદીને મળેલી બહુમૂલ્ય સોગાતોને તમે પણ લાવી શકો છો ઘરે, જાણો કઈ કઈ વસ્તુ છે હરાજીમાં ઉપલબ્ધ

  ભારતની સભ્યતાએ આઝાદી પછીના તેના પોતાના રાજકીય સ્મારકો પણ વિકસાવવાની જરૂર છે. મોદીએ રાષ્ટ્રીય સત્તાના કેન્દ્ર તરીકે કર્તવ્ય પથ અને સેન્ટ્રલ વિસ્ટા સંકુલની જેમ દિલ્હીની કાયાપલટ કરી છે અને દેશના સભ્યતાના વારસા સાથે સુમેળ સાધીને અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલા જૂના સ્મારકોને દૂર કર્યા છે. આનાથી ભારતમાં ભાવિ પેઢીઓને ગૌરવ અને પ્રેરણા સાથે જોડાવા માટે રાષ્ટ્રીય ઓળખ મળી છે.

  વડા પ્રધાન મોદીએ આધુનિક ભારત માટે આધાર પૂરો પાડનાર મહાન રાજકીય પથદર્શકોનું સન્માન કર્યું છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શ્રી અરવિંદ અને વીર સાવરકરનો સમાવેશ થાય છે. આ વ્યક્તિત્વોની અગાઉ અવગણના કરવામાં આવી હતી. ગુજરાતમાં દરિયા કિનારે સરદાર પટેલની સ્મારક પ્રતિમા અને દિલ્હીમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા આમાં સૌથી વધુ નોંધનીય છે. રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી જેવી ઐતિહાસિક હસ્તીઓથી માંડીને આઝાદીની ચળવળના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ સુધી વિસ્તરેલી ભારતની મહાન રાજાઓ અને યોદ્ધાઓની ક્ષત્રિય ધર્મ પરંપરાનું મોદીએ ફરી એક વાર સન્માન કર્યું છે.

  આમ તો ભારત એંસી ટકા હિન્દુ છે, પરંતુ મોદી કદાચ પ્રથમ એવા વડા પ્રધાન છે જેમણે ગૌરવપૂર્ણ હિન્દુ તરીકે દેશ પર શાસન કર્યું છે. આમ છતાં તેઓ ભારત અને સમગ્ર વિશ્વના દેશોની વિવિધ પ્રજાઓ અને સંસ્કૃતિઓ સુધી પણ પહોંચે છે અને ભારતની પરંપરાઓને અનેક વૈશ્વિક જોડાણો સાથે વિશાળ અને સર્વસમાવેશક ગણે છે.

  શિવ, કૃષ્ણ, રામ, સીતા, સરસ્વતી, દુર્ગા અને કાલી, ગણેશ અને હનુમાન તરીકેના ભારતના દેવતાને આ નવા ભારતમાં ફરી એક વખત સશક્ત બનાવવામાં આવ્યા છે, વડા પ્રધાન તેમના મંદિરોની મુલાકાત લઈને તેમના ગાઈડન્સને પ્રેરિત કરે છે, આ પ્રથાને અન્ય ઘણા સામાજિક અને રાજકીય નેતાઓએ અનુસરવાનું શરૂ કર્યું છે.

  વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને સ્તરે ભારતના તહેવારોની ઉજવણી કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આયુર્વેદ દિવસ જેવા નવા કાર્યક્રમો યોજાય છે. પીએમ મોદીએ ભારતની સંસ્કૃતિના આદિ શંકર, રામાનુજ, બુદ્ધ, મહાવીર, ગુરુ નાનક અને બીજા ઘણા ભારતના મહાન ગુરુઓનું સન્માન કર્યું છે

  નવા પ્રયાસોમાં મોદીએ વાસ્તુ, ભારતની પવિત્ર ભૂગોળ, હિમાલયથી લઈને તમિલનાડુ, કાશ્મીરથી લઈને પૂર્વોત્તર અને ભારતના તમામ પ્રદેશો અને રાજ્યોનું સન્માન કરીને ભારતની પવિત્ર ભૂગોળને પુનઃસ્થાપિત કરી છે, કોઈની ઉપેક્ષા નથી કરી. આ સાથે, તેમણે ભારત અને વૈશ્વિક સ્તરે ઇકોલોજીને મજબૂત રીતે પ્રોત્સાહન આપ્યું છે. તેમણે પવિત્ર ગંગા નદીને પુન:સ્થાપિત કરવા ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું જતન કરવા અને દેશના પર્યટન સ્થળોમાં સુધારો કરવા તેમજ કૃષિનું રક્ષણ અને વિકાસ કરવામાં મદદ કરી છે.

  મોદીનું કામ આર્થિક સ્તરમાં વિસ્તર્યું છે. દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન આવ્યું છે, સામાન્ય વ્યક્તિ માટે જીવનધોરણ અને ગ્રામીણ જીવનની સુવિધામાં વધારો થયો છે, ભ્રષ્ટાચાર અને કાર્ય ન કરતી વ્યવસ્થાને દૂર કરવામાં આવી છે. મોદીએ શ્રી લક્ષ્મીને ભારતમાં પોતાનું પરંપરાગત સ્થાન પાછું આપી દીધું છે. તેઓ નવી પેઢીના રમતવીરો અને નવા ઉદ્યોગસાહસિકોનું સન્માન પણ કરે છે.

  વૈશ્વિક અને રાજદ્વારી સ્તરે મોદી તેમના વિશ્વ પ્રવાસો, પરિષદો અને શિખર સંમેલનોમાં 'વિશ્વગુરુ' તરીકે વિશ્વમાં ભારતની ભૂમિકાને પુનઃસ્થાપિત કરી રહ્યા છે. તેમણે વિશ્વના અન્ય કોઈ પણ નેતા કરતાં વધુ વૈશ્વિક નેતાઓ સાથે કાયમી મિત્રતા વિકસાવી છે. ભારતના યુરોપ, એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના નેતાઓ સાથે ગાઢ સંબંધો છે. મોદીએ દુનિયામાં ભારતને વધુ આદરનું સ્થાન આપ્યું છે

  પણ કેટલાક લોકો ભારતને નવીકરણ કરવાના મોદીના પ્રયત્નોની ટીકા કરે છે. આમાં લ્યુટિયન્સની દિલ્હી અને પહેલા સત્તા ભોગવનાર પરિવરવાદી જૂથો તથા તેમના મીડિયા સપોર્ટનો સમાવેશ થાય છે. આ લોકો હવે સત્તા અને પ્રભાવથી વંચિત છે અને તેમાં તેમના ડાબેરી સાથીઓનો પણ સમાવેશ થાય છે. ભારતને તોડનાર દળો આનો ભાગ છે, તેઓ નબળા અને વિભાજિત ભારતને પસંદ કરે છે.

  કેટલાક લોકો મોદીને ઘમંડી કહે છે. તેઓ કોઈ રાષ્ટ્રીય ચિંતાઓ અથવા સભ્યતાની દ્રષ્ટિ વગર હોદ્દા અને સત્તા પ્રાપ્ત કરવા પોતાને પ્રમોટ કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાક કહે છે કે, મોદીના નેતૃત્વ હેઠળનું નવું ભારત અસહિષ્ણુ છે અને ઉદાર નથી. પણ ભારત કરતા ઉદાર હોય એવો કોઈ દેશ બતાવો તો ખરા.

  પાકિસ્તાનની સ્થિતિ કે ચીનની આક્રમકતા જુઓ. એશિયા અથવા વિશ્વના બીજા કયા દેશમાં તેના પ્રાચીન સંસ્કૃતિના વારસાને જાળવવાની સાથે ભારત જેટલી સર્વસામાન્યતા છે? નવાઈની વાત એ છે કે, હવે અમેરિકા અને કેનેડામાં પણ ભારત વિરોધી હુમલાઓ અને અસહિષ્ણુતા જોવા મળી રહી છે. આજે લોકશાહી અને ઉદારવાદનું પ્રતિનિધિત્વ કરતા હોવાનું ગણાતા વિશ્વના ઘણા દેશોમાં વિભાજન અને સંઘર્ષની સ્થિતિ છે.

  યુરોપ વૈશ્વિક અસરો અને આર્થિક પછડાટ સાથે નવા યુરોપિયન યુદ્ધના ઓછાયા હેઠળ છે. સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે અને વિશ્વના ઘણા ભાગોમાં વિખરાઈ રહ્યું છે. ઘણી જૂની પરંપરાઓ ખોવાઈ રહી છે. ત્યારે મોદીએ પ્રાચીન ભારત અને ભવિષ્યના નવા ભારત સાથે આધુનિક ભારતનું જોડાણ પુન:સ્થાપિત કર્યું છે. તેમણે ભારતને રાજદ્વારી, આર્થિક, લશ્કરી અને સાંસ્કૃતિક સ્તરે વૈશ્વિક શક્તિ તરીકે ફરી સ્થાપિત કર્યું છે. આ સંદર્ભમાં નવું ભારત માનવતા માટે નવું તેજ બની શકે છે અને તે માત્ર રાજકીય કે આર્થિક સ્તરે જ નહીં, પરંતુ સભ્યતાના સ્તરે પણ યુનિવર્સલ વિઝન સુધી વિસ્તૃત થઈ શકે છે.

  Modi, Indian Culture, Pm Modi, India, Modi Birthday, મોદી, ભારતીય સંસ્કૃતિ, પીએમ મોદી, ભારત, મોદી જન્મદિવસ
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Narendra Modi birthday, દેશવિદેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन