Home /News /national-international /

મોદી સાથે મુલાકાત બાદ શિન્ઝો આબે બોલ્યા- જલદી ભારત આવીશ

મોદી સાથે મુલાકાત બાદ શિન્ઝો આબે બોલ્યા- જલદી ભારત આવીશ

મોદી-આબે વચ્ચે મુલાકાત

જી-20 સંમેલન શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય વેપારથી લઈને અનેક મુદ્દે વાતચીત થઈ હતી.

  ઓસાકા : વડાપ્રધાન મોદી જી-20 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાન પહોંચી ગયા છે. જી-20 સંમેલન શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય વેપારથી લઈને અનેક મુદ્દે વાતચીત થઈ હતી. મોદીએ કહ્યુ કે લોકસભાની ચૂંટણી જીત્યા પછી જાપાન તરફથી સૌપ્રથમ શુભેચ્છા મળી હતી.

  વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ બહુ ઝડપથી ભારતના પ્રવાસે આવવાની ઈચ્છા વ્ચક્ત કરી હતી.

  આ પણ વાંચો : G-20 સમિટ : જાપાનના ઓસાકામાં લાગ્યાં મોદી-મોદીનાં નારા

  27-29 જૂન વચ્ચે યોજાશે જી-20 શિખર સંમેલન

  G-20 શિખર સંમેલન 27-29 જૂન વચ્ચે યોજાશે. જી-20 શિખર સંમેલન 27-29 જૂનની વચ્ચે યોજાશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાન જી-20 બેઠકમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન આતંકવાદ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ટ્રમ્પ 27 જૂનના રોજ જાપાન જવા માટે રવાના થશે. ભારતમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ ટ્રમ્પ અને મોદી વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે.
  ઓસાકા માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે હું વિશ્વનેતાઓ સમક્ષ આપણી દુનિયા સામે ઉભા થયેલા પડકારો બાબતે ચર્ચા કરવા માટે ઉત્સુક છું. મહિલા સશક્તિકરણ, ડિજિટાઇઝેશન અને જળવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન અમારી આ બેઠકનો મુખ્ય મુદ્દો રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: G 20 summit, Osaka, Shinzo abe, જાપાન, નરેન્દ્ર મોદી, પીએમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन