વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - બિહાર રેજીમેન્ટ પર અમને ગર્વ છે, દેશ સેનાની સાથે છે

News18 Gujarati
Updated: June 21, 2020, 6:47 AM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - બિહાર રેજીમેન્ટ પર અમને ગર્વ છે, દેશ સેનાની સાથે છે
નરેન્દ્ર મોદી

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે પ્રવાસી શ્રમિકા (Migrant Laborers) માટે 50,000 કરોડ રૂપિાયના રોજગાર ગેરંટી યોજનાની શરૂઆત કરી. કોરોના વાયરસના કારણે લોકડાઉનની વચ્ચે અનેક પ્રવાસી મજૂરો પોતાના વતન પાછા ફર્યા છે. અને તેમને અહીં રોજગારની સમસ્યા આવી રહી છે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન નામથી આ પીએએ આ યોજના શરૂ કરી છે. આ યોજના મુખ્ય રૂપથી તે છ રાજ્યો પર કેન્દ્રીત રહેશે જ્યાંથી સૌથી વધુ પ્રવાસી મજૂરો ઘરે પાછા ફર્યા છે.

વર્ચુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાજ્સ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, મધ્યપ્રદેસના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઝારખંડના સીએમ હેમંત સોરેન સાથે ઓડિસાના સીએમ નવીન પટનાયકના પ્રતિનિધ પ્રતાપ જૈના હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકના સંબોધનમાં 20 જવાનોના શહીદી અંગે બોલતા કહ્યું કે દરેક બિહારીને ગર્વ થવો જોઇએ કે આપણા બિહાર રેજીમેન્ટના લોકોએ દેશ માટે આ કુરબાની આપી. લદાખમાં આપણા બહાદુરો દ્વારા કરેલા બલિદાન પર દેશને ગર્વ છે. આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરું છું તો હું કહીશ કે આ વીરતા બિહાર રેજિમેન્ટની હતી અને દરેક બિહારીને તેની પર ગર્વ છે. હું તે બહાદૂરોને શ્રદ્ઘાંજલિ અર્પિત કરું છું. જેમણે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ દાવ પર લગાવ્યા.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી મજૂરો સાથે પણ વીડિયો કોન્ફર્ન્સિંગના માધ્યમથી વાતચીત કરી. જ્યાં તેમણે તેવા પ્રવાસી મજૂર જે પાછા કામ પર બીજા રાજ્યોમાં જવા નથી માંગતા તેમને ગરીબ રોજગાર ગેરંટી યોજના હેઠળ મધમાખી પાલન જેવા રોજગાર માટે સૂચન કર્યું. અંતમાં પીએમ કહ્યું કે આ તમામ પ્રવાસી મજૂરો જોડે વાત કરીને રાહત અને સંતોષ મળ્યો છે. કોરોના મહામારી દરમિયાન જે જ્યાં હતો ત્યાં મદદ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે પોતાના શ્રમિક ભાઇ-બહેનો માટે સ્પેશ્યલ ટ્રેનો ચલાવી છે. સાથે જ પીએમ કહ્યું કે કોરોના એટલો મોટો સંકટ છે કે આખી દુનિયા તેની સામે હલી ગઇ છે. પણ પ્રવાસી મજૂરો અને ગામના લોકોએ કોરોનાનો જે મક્કમતાથી મુલાબલો કર્યો છે તેણે શહેરોને ધણું શીખવ્યું છે.

વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ કે આજે ગરીબ કલ્યાણ માટે તેમના રોજગાર માટે મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે જે શ્રમિક પરિવારો પોતાના ગામે પરત ફર્યા છે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે આ યોજના મદદરૂપ થશે. આ અભિયાનથી શ્રમિકો અને કારીગરોને પોતાના ઘરની પાસે જ કામ આપવામાં આવશે. જે લોકો હાલ મહેનતથી શહેરોને આગળ વધાર્યા હતા તે હવે પોતાના ગામ અને વિસ્તારને આગળ વધારવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો :  નેપાળનો નવો દાવો, બિહારના આ જિલ્લાની જમીન અમારી છે, નિર્માણ પણ રોક્યુંસાથે વડાપ્રધાને શ્રમિકોને કહ્યું કે સરકારનો પૂરો પ્રયાસ રહેશે કે કોરોના મહામારીના આ સમયમાં તમારે ગામમાં રહેતા કોઇ લોકોથી દેવું ના લેવું પડે. કોઇની આગળ હાથ ન ફેલાવવા પડે. અને ગરીબોના સ્વાભિમાનને સમજીએ છીએ. તેમણે કહ્યું તે તમે શ્રમેવ જયતે એટલે કે શ્રમની પૂજા કરનાર લોકો છો.

તમે કામ અને રોજગાર જોઇએ છે તો તમને મળશે. ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ અભિયાન અંગે જાણકારી આપતા કહ્યું કે આ મોટી ગ્રામીણ યોજના હેઠળ ઘરે પરત ફરેલા શ્રમિકોને સશક્ત કરવામાં આવશે અને તેમને 125 દિવસનો રોજગાર મળશે. આ યોજનામાં 50,000 કરોડના સંશાધન લગાવવામાં આવશે. જેમાં 116 જિલ્લાથી 25,000 શ્રમિકોને આ અભિયાન હેઠળ પસંદ કરવામાં આવશે. જો કે પશ્ચિમ બંગાળને આ અભિયાન સાથે કેમ ન જોડવામાં આવ્યું તે અંગે પઉછતા સીતારમણ કહ્યું કે જ્યારે આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો ત્યારે તેમની પાસે કેટલા શ્રમિકો પરત ફર્યા છે તેના આંકડા ઉપલબ્ધ નહતા માટે તેમને આ અભિયાન સાથે જોડવામાં નથી આવ્યા.
First published: June 20, 2020, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading