Home /News /national-international /PM મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા, બાઈડન અને બોરિસ જોનસનને પાછળ છોડી બન્યા નંબર વન
PM મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા, બાઈડન અને બોરિસ જોનસનને પાછળ છોડી બન્યા નંબર વન
પીએમ મોદીની ફાઇલ તસવીર
World's most popular leaders: કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ટ્વીટ કર્યું, અને લખ્યું કે, ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકરમાં પીએમ મોદી માટે 70% એપ્રુવલ રેટિંગ હોવાનો ઘણો અર્થ છે. PM મોદી વિશ્વના સૌથી પ્રિય અને લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70 ટકા વોટ સાથે ટોચ પર છે. જ્યારે મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકાના રેટિંગ સાથે બીજા સ્થાને છે. તે પછી 58 ટકા સાથે ત્રીજા નંબરે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી, 54 ટકા સાથે ચોથા નંબરે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને 47 ટકા સાથે પાંચમા નંબરે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન છે.
આ યાદીમાં સૌથી ચોંકાવનારું સ્થાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યું છે. 44 ટકા વોટ સાથે છઠ્ઠા ક્રમે છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા બાદ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપી રહ્યા છે. નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યાએ સમગ્ર દેશ માટે સન્માનની વાત છે. આ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતાનો વિશ્વાસ દર્શાવે છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ટ્વીટ કર્યું, વૈશ્વિક નેતા એપ્રુવલ ટ્રેકરમાં પીએમ મોદી માટે 70% એપ્રુવલ રેટિંગ હોવું ખૂબ જ સન્માનની વાત છે. PM મોદી વિશ્વના સૌથી પ્રિય અને લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. હરદીપ પુરીએ કહ્યું કે, કોરોના દરમિયાન વિકાસ અને મજબૂત નેતૃત્વની નીતિઓને કારણે પીએમ મોદીને લોકોની પ્રથમ પસંદગી મળી છે.
છેલ્લા એક વર્ષમાં પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ હંમેશા 70%થી ઉપર રહ્યું છે. જોકે, એપ્રિલ-મેમાં જ્યારે કોવિડની બીજી લહેર દેશમાં આવી ત્યારે તેનું રેટિંગ થોડું ઘટી ગયું હતું. એપ્રિલથી જુલાઈ સુધી પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 70%થી નીચે રહ્યું. જો કે, ઓગસ્ટથી તે 70% થી ઉપર રહ્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર