ટ્વિટર ઉપર સૌથી વધારે ફોલો કરાતા સક્રિય રાજનેતા બન્યા PM નરેન્દ્ર મોદી, આવું છે કારણ

ટ્વિટર ઉપર સૌથી વધારે ફોલો કરાતા સક્રિય રાજનેતા બન્યા PM નરેન્દ્ર મોદી, આવું છે કારણ
ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્તમાનમાં 64.7 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે એકાઉન્ટ સસ્પેન્ડ થયા પહેલા ટ્રમ્પના 88.7 મિલિયન ફોલોઅર્સ હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકાના નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું (US President Donald Trump) ટ્વિટર (Twitter) એકાઉન્ટ સ્થાયી રૂપથી સસ્પેન્ડ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દુનિયામાં સોશિયલ મીડિયા (Social Media) ઉપર સૌથી વધારે ફોલો કરાતા એક્ટિવ રાજનેતા બન્યા છે. ટ્વિટરે જાહેરાત કરી છે કે તેમણે હિંસા અને ઉશ્કેરણીના જોખમના પગલે ટ્રમ્પનું એકાઉન્ટ સ્થાયી રૂપથી સસ્પેન્ડ કર્યું છે. ચાર દિવસ પહેલા ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસીને હિંસા કરી હતી. જેમાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા હતા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્તમાનમાં 64.7 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે એકાઉન્ટ સસ્પેન્ડ થયા પહેલા ટ્રમ્પના 88.7 મિલિયન ફોલોઅર્સ હતા. જોકે, અત્યારે સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે ફોલો કરાતા નેતા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Former US President Barack Obama) છે. જેમના 127.9 મિલિયન ફોલોઅર્સ છે. અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડનના (US President-elect Joe Biden) 23.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ભારતના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અત્યારે 24.2 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 21.2 મિલિયન ફોલોઅર્સ છે.  ટ્રમ્પના આ ટ્વીટ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યું એકાઉન્ટ
  કેલિફોર્નિયાથી સંચાલિત સોશિયલ મીડિયા કંપનીનું આ અભૂતપૂર્વ પગલું ટ્રમ્પના આ ટ્વીટ સામે આવ્યું હતું કે 20 જાન્યુઆરીએ અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ સમારોહમાં હાજર નહીં રહે.

  આ પણ  વાંચોઃ-

  ટ્વિટરે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટથી તાજેતરમાં કરાયેલા ટ્વીટની ઉંડાણપુર્વક સમીક્ષા બાદ વિશેષ રૂપથી ટ્વિટર ઉપર થતાં તેની બહાર કરવામાં આવેલી તેની વ્યાખ્યાના સંદર્ભને જોતા હિંસા અને જોખમને ધ્યાનમાં રાખીને એકાઉન્ટને સ્થાયી રૂપથી સસ્પેન્ડ કર્યું છે.

  આ પણ વાંચોઃ-

  અમેરિકાના નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હજારો સમર્થક બુધવારે કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા. અને પોલીસ સાથે તેમની સાથે અથડામણ થઈ હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. ત્રણ નવેમ્બરે થયેલી ચૂંટણીમાં જો બાઈડનની જીત ઉપર મુહર લગાવવાની સંવૈધાનિક પ્રક્રિયા ચાલી રહી હતી.  ઘટનાના તરત જ ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે અસ્થાયી રૂપથી બંધ કર્યો હતો. ફેસબુક પહેલા જ ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરી ચૂક્યું છે. અને ઈસ્ટ્રાગ્રાામ એકાઉન્ડ બાઈડનના શપથ લે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે.
  Published by:ankit patel
  First published:January 10, 2021, 17:59 IST

  ટૉપ ન્યૂઝ