'અહીંથી જઈ રહ્યો છે સ્વર્ગનો રસ્તો...', એ ગામની કહાણી જ્યાં જશે PM મોદી
અહીંથી જઈ રહ્યો છે સ્વર્ગનો રસ્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથ જશે. આ દરમિયાન, પીએમ મોદી બદ્રીનાથથી 3 કિલોમીટર દૂર માના ગામની પણ મુલાકાત લેશે. માના ગામને દેશના છેલ્લા ગામનો દરજ્જો મળ્યો છે. 1200 લોકોનું આ ગામ ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે. આ એ જ ગામ છે જ્યાંથી પાંડવોએ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું.
નવી દિલ્હી: માના ગામ સરસ્વતી નદીના કિનારે આવેલું છે. તે હિમાલયની ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ છે. માના ગામને 2019ના સ્વચ્છ ભારત સર્વેમાં 'સ્વચ્છ ગામ'નો દરજ્જો મળ્યો છે.
અહીંથી 'સ્વર્ગનો માર્ગ...' જાય છે.
માના ગામ માત્ર દેશનું છેલ્લું ગામ નથી, પરંતુ આ તે ગામ પણ છે જ્યાંથી પાંડવોએ સ્વર્ગનો માર્ગ નક્કી કર્યો હતો. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે પાંડવો સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ આ ગામથી નીકળ્યા હતા.
એક કથા પ્રમાણે, જ્યારે પાંડવો સ્વર્ગમાં જતા હતા, ત્યારે દ્રૌપદી પણ તેમની સાથે હતી. પાંડવો શારીરિક રીતે સ્વર્ગમાં જવા માંગતા હતા. આ યાત્રામાં પાંડવો સાથે એક કૂતરો પણ હતો. જોકે, રસ્તામાં એક પછી એક બધા પડવા લાગ્યા. દ્રૌપદી પહેલા પડી અને મૃત્યુ પામી હતી. પછી સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ પણ પડ્યા હતા. માત્ર યુધિષ્ઠિર જ છેલ્લી ઘડી સુધી બચ્યા હતા. માત્ર તે જ શારીરિક રીતે સ્વર્ગ સુધી પહોંચી શક્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, યુધિષ્ઠિર સાથે જે કૂતરો હતો તે યમરાજ હતો.
ભારતનું છેલ્લું ગામ કયું છે? ઘણા લોકોને આનો જવાબ ખબર નહીં હોય. તો જવાબ છે માના ગામ. આ એ જ ગામ છે, જ્યાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેવાના છે. આ ગામને સત્તાવાર રીતે 'ભારતના છેલ્લા ગામ'નો દરજ્જો મળ્યો છે.
માના ગામ સરસ્વતી નદીના કિનારે આવેલું છે. તે હિમાલયની ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ છે. માના ગામને 2019ના સ્વચ્છ ભારત સર્વેમાં 'સ્વચ્છ ગામ'નો દરજ્જો મળ્યો છે.
અહીં 'ભીમ પુલ' બાંધવામાં આવ્યું છે
આ ગામમાં 'ભીમ પુલ' પણ બનાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ પુલ ભીમે બનાવ્યો હતો. આ પુલ એક મોટો પથ્થર છે, જે સરસ્વતી નદી પર છે. ભીમ પુલ માના ગામનું એક મહત્વનું પર્યટન સ્થળ પણ છે.
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે પાંડવો માના ગામથી સ્વર્ગમાં જઈ રહ્યા હતા, ત્યારે દ્રૌપદીને સરસ્વતી નદી પાર કરવી મુશ્કેલ થઈ રહી હતી. તો આવી સ્થિતિમાં ભીમે એક મોટો પથ્થર ઉપાડીને અહીં મૂક્યો હતો.
આ આખો એક મોટો પથ્થર છે. આ પથ્થરને એવી રીતે મૂકવામાં આવ્યો છે કે, તે એક પુલ બની ગયો છે. આ પછી દ્રૌપદીએ પુલ પરથી નદી પાર કરી હતી. એક દંતકથા એવી પણ છે કે, ભીમ પુલ એ જ સ્થાન છે જ્યાં વેદ વ્યાસે ભગવાન ગણેશને મહાભારત લખવા માટે મેળવ્યા હતા.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર