કોરોના પર પીએમ મોદીની બેઠક, નીટ-પીજીની પરીક્ષા 4 મહિના માટે ટળી, 100 દિવસ કોવિડ ડ્યૂટી આપનારને નોકરીમાં પ્રાથમિકતા

(File Pic)

પીએમઓ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નીટી-પીજી પરીક્ષાને ઓછામાં ઓછી ચાર મહિના માટે સ્થગિત કરવામાં આવી છે

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19થી નિપટવા માટે ચિકિત્સાકર્મીઓની ઉપલબ્ધતા વધારવા સંબંધી મહત્વના નિર્ણયોને અંતિમ રૂપ આપ્યું છે. પીએમઓ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નીટી-પીજી પરીક્ષાને ઓછામાં ઓછી ચાર મહિના માટે સ્થગિત કરવામાં આવી છે. જેનાથી કોવિડ-19 ડ્યૂટી માટે મોટી સંખ્યામાં યોગ્ય ચિકિત્સક ઉપલબ્ધ થશે. બેઠકમાં કરેલા નિર્ણયો પ્રમાણે ચિકિત્સા પ્રશિક્ષુઓને કોવિડ-19 પ્રબંધન કાર્યો માટે તૈનાત કરવામાં આવશે. જેમાં એમબીએસના અંતિમ વર્ષના છાત્રોને કોવિડ-19થી મામુલી રુપથી સંક્રમિત લોકોને દૂરસંચાર માધ્યમથી પરામર્શ આપવા અને સંક્રમિતોના સ્વાસ્થ્ય પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

  સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 ડ્યૂટીમાં 100 દિવસ પૂરા કરનારને ભવિષ્યમાં નિયમિત સરકારી ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે કોવિડ-19 ડ્યૂટીના 100 દિવસ પૂરા કરનાર ચિકિત્સા કર્મીઓને પ્રધાનમંત્રીના પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે. જ્યારે બીએસસી કે જીએનએમ ઉત્તીર્ણ કરનાર નર્સોને વરિષ્ઠ ચિકિત્સકોની નજરમાં કોવિડ-19 સંબંધી નર્સિંગ ડ્યૂટી પર પૂર્ણકાલિન રૂપથી તૈનાત કરવામાં આવશે.

  આ પણ વાંચો - ટેક મહિન્દ્રાએ કોરોનાને ખતમ કરતી દવા શોધી! પેટન્ટ માટે આ કંપની સાથે મળીને કરી અરજી

  આ સાથે મેડિકલ ઇન્ટર્નને કોવિડ મેનેજમેન્ટમાં તેમની ફેકલ્ટીની દેખરેખમાં તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નીટ-પીજી 2021ની પરીક્ષા 18 એપ્રિલે યોજાવાની હતી. તેના આયોજનને લઇને વિપક્ષી નેતા સવાલ ઉઠાવી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે આ પરીક્ષા ટાળવી જોઈએ.
  Published by:Ashish Goyal
  First published: