NDAની બેઠકમાં PM મોદી બોલ્યા - સંસદમાં CAA પર વિપક્ષને આક્રમક રુપમાં જવાબ આપો

News18 Gujarati
Updated: January 31, 2020, 9:08 PM IST
NDAની બેઠકમાં PM મોદી બોલ્યા - સંસદમાં CAA પર વિપક્ષને આક્રમક રુપમાં જવાબ આપો
PM મોદી

ત્રિપુરામાં બ્રૂ જનજાતિના સભ્યોને પુર્નવાસ એને બોડો સમજુતી માટે એનડીએના નેતાઓએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભાર આપ્યો છે કે સરકાર પાસે સંશોધિત નાગરિકતા કાનૂન ( CAA)પર બચાવની મુદ્રામાં આવવાનું કોઈ કારણ નથી તેમણે એનડીએના નેતાઓને સંસદમાં મજબૂતીથી સીએએનું સમર્થન કરવા કહ્યું છે. એનડીએની બેઠક પછી ભાજપાના એક સહયોગી દળના નેતાએ બતાવ્યું કે પ્રધાનમંત્રીએ સંસદના બજેટ સત્ર દરમિયાન આક્રમક રુપથી સીએએ પર વિપક્ષના આરોપોનો જવાબ આપવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે અલ્પસંખ્યક અન્ય નાગરિકોની જેમ અમારા પોતાના છે.

સરકારે CAA પર કશું ખોટું કર્યું નથી
સહયોગી દળના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે તેમણે (પીએમ મોદી) કહ્યું છે કે સરકારે સંશોધિત નાગરિકતા કાનૂન પર કશું ખોટું કર્યું નથી અને તેમણે બચાવમાં આવવાની કોઈ જરુર નથી. એનડીએના નેતાઓએ ત્રિપુરામાં બ્રૂ જનજાતિના સભ્યોને પુર્નવાસ એને બોડો સમજુતી માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળ સીએએને ભેદભાવપૂર્ણ બતાવી રહ્યા છે.

આ પણ વાંચો - ફાંસી ટળવા પર નિર્ભયાના પિતાનો આરોપ, કહ્યું -કેજરીવાલ નથી ઇચ્છતા ફાંસી થાય

આ પહેલા બેઠક દરમિયાન જનતાદળ યૂનાઇટેડે (જેડીયુ) સરકારને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ની પ્રશ્નાવલીમાંથી માતા-પિતાની વિસ્સૃત જાણકારી માંગનાર સવાલોને હટાવવાનો આગ્રહ કર્યો છે. જદયુ નેતા લલન સિંહે જણાવ્યું હતું કે તેમણે એનડીએની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે ચર્ચા પણ કરવામાં આવશે. લલન સિંહે કહ્યું હતું કે શિરોમણી અકાલી દળ અને ભાજપાના અન્ય સહયોગીઓએ પણ આ મુદ્દા પર જદયુનું સમર્થન કર્યું છે.
First published: January 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading