Home /News /national-international /

ભાજપ સાંસદની 5 વર્ષની પુત્રીએ PM મોદીને આપ્યો રસપ્રદ જવાબ, બધા હસી પડ્યા

ભાજપ સાંસદની 5 વર્ષની પુત્રીએ PM મોદીને આપ્યો રસપ્રદ જવાબ, બધા હસી પડ્યા

મધ્ય પ્રદેશના (Madhya Pradesh)ઉજ્જૈનથી ભાજપ (BJP)સભ્ય અનિલ ફિરોજિયા સંસદમાં પોતાના પરિવાર સાથે PM મોદીને મળવા ગયા હતા

PM Narendra Modi - PM નરેન્દ્ર મોદીએ અહાનાને પૂછ્યું કે, શું તે જાણે હું કોણ છું? પીએમ મોદીએ અહાનાને ચોકલેટ આપી

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અનિલ ફિરોજિયા (Anil Firojiya)ની 5 વર્ષની પુત્રી સાથે વાતચીત દરમિયાન ખૂબ જ હસી પડ્યા હતા. મધ્ય પ્રદેશના (Madhya Pradesh)ઉજ્જૈનથી ભાજપ (BJP)સભ્ય અનિલ ફિરોજિયા સંસદમાં પોતાના પરિવાર સાથે PM મોદીને મળવા ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અહાના ફિરોજિયા સાથેની વાતચીત ખૂબ જ ખાસ બની ગઈ છે. PM મોદીએ અહાનાને પૂછ્યું કે, શું તે જાણે હું કોણ છું? જેના જવાબમાં અહાનાએ કહ્યું હતું કે, ‘હા મને ખબર છે, તમે મોદીજી છો. તમે દરરોજ ટીવી પર આવો છો.’

ત્યારબાદ PM મોદીએ અહાનાને પૂછ્યું કે, શું તને ખબર છે હું શું કરું છું? અહાનાએ આ સવાલનો તરત જ જવાબ આપ્યો હતો કે, ‘તમે લોકસભામાં નોકરી કરો છો.’ આ સાંભળીને રૂમમાં રહેલા તમામ લોકો હસી પડ્યા હતા અને રૂમમાંથી નીકળતા પહેલા અહાનાને ચોકલેટ આપી હતી. આ પહેલા પણ PM મોદી બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો - 29 જુલાઇએ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે મોટી ભેટ! જાણો શું છે આ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અહાનાના પિતા અનિલ ફિરોજિયા એક ચેલેન્જ આપી હતી. ત્યારબાદ અનિલ ફિરોજિયા પોતાનું વજન ઘટાડવા અંગે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. અનિલ ફિરોજિયા નીતિન ગડકરી પાસે ક્ષેત્રના વિકાસ માટે સતત બજેટની માંગ કરી રહ્યા હતા. ત્યારે ગડકરીએ તેમની સામે એક શરત રાખી હતી કે, તે પોતાનું વજન ઓછુ કરે તો દર કિલોએ ક્ષેત્રના વિકાસ માટે રૂ. 1,000 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવશે. ગડકરીની ચેલેન્જ મળ્યા બાદ સાંસદ પોતાનું વજન ઘટાડવાના કામમાં લાગી ગયા અને 15 કિલો વજન ઘટાડ્યું હતું.



અનિલ ફિરોજિયાએ ટ્વિટર PM મોદી સાથેના ફોટોઝ ટ્વિટર પર શેર કર્યા છે. ફોટોઝ શેર કરીને જણાવ્યું કે, આજનો દિવસ ખૂબ જ યાદગાર છે. દુનિયાના સૌથી ફેમસ નેતા, દેશના સૌથી સફળ પ્રધાનમંત્રી અને માનનીય PM મોદી સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમના આશીર્વાદ મેળવ્યા અને જનતાની નિ:સ્વાર્થ સેવા કરવાનો મંત્ર પણ પ્રાપ્ત થયો.

ભાજપ સાંસદ અનિલ ફિરોજિયાએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે, દેશને પોતાનું જીવન સમર્પિત કરનાર કર્મઠ, ઈમાનદાર, નિઃસ્વાર્થી, ત્યાગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સાનિધ્યમાં મને પણ જનતાની સેવાનો અવસર મળ્યો છે.’ તેમણે જણાવ્યું કે, ‘આજે મારી બંને દીકરીઓ અહાના અને પ્રિયાંશીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની તક મળી અને તેમનો સ્નેહ મળ્યો તે માટે હું ખૂબ જ ખુશ છું.’
First published:

Tags: પીએમ મોદી, બીજેપી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन