15 ઓગષ્ટ પર તમે શું સાંભળવા માંગો છો? PMએ ભાષણ માટે માંગ્યા પ્રજા પાસે સૂચન

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર પાંચમી વખત લાલ કિલ્લાથી દેશને સંબોધન કરશે. પીએમ મોદીએ આ વખતે પોતાના ભાષણને લઈ દેશવાસીઓ પાસે સૂચન માંગ્યા છે.

  પીએમ મોદીએ મંગળવાર સવારે આ મુદ્દે ટ્વીટ કર્યું કે, 15 ઓગષ્ટના ભાષણને લઈ તમારા વિચાર અને આઈડીયા છે. તેને મારી સાથે શેર કરો નરેન્દ્ર મોદી એપ પર. તમે https://www.mygov.in/group-issue/give-suggestions-prime-ministers-speech-independence-day-2018/ પર પણ સૂચન શેર કરી શકો છો. અગામી દિવસોમાં હું તમારા સૂચનોની રાહ જોઈશ.

  જો કોઈ નાગરીક પ્રધાનમંત્રી મોદી સુધી પોતાનો આઈડીયા પહોંચાડવા માંગતો હોય તો, તેણે સરકારની વેબસાઈટ mygov.in પર વીઝિટ કરવાનું રહેશે. અહીં આપેલા કોમેન્ટ બોક્સમાં પોતાનો આઈડીયા પીએમ સુધી પહોંચાડી શકે છે.  15 ઓગષ્ટે પીએમ મોદી દ્વારા કરવામાં આવનાર ભાષણ વર્તમાન એનડીએ સરકારના મુખ્ય વ્યક્તિ તરીકે લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીનું છેલ્લુ ભાષણ હશે. એવામાં દરેકની નજર તેમના આ ભાષણ પર હશે. માનવામાં આવી રહ્યું છે કે, 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી કોઈક મોટી જાહેરાત કરી શકે છે. દ્વારા દેશવાસીઓ પાસે સૂચન માંગવાને આની સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
  Published by:kiran mehta
  First published: