વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમ (Eastern Economic Forum)ની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા (Russia)ના વ્લાદિવોસ્તોક (Vladivostok) શહેર પહોંચી ગયા છે. વ્લાદિવોસ્તોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમના સન્માનમાં ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું. તેઓ 3 દિવસીય યાત્રા દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન સાથે ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય વિષયો પર મંત્રણા કરશે. આ બેઠક વ્લાદિવોસ્તોકમાં આયોજિત કરવામાં આવી છે. સાથોસાથ પીએમ મોદી ભારત-રશિયાના 20મા વર્ષના શિખર સંમેલનમાં પણ સામેલ થશે.
આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિની સાથે તેમનો એક ખાસ તાલમેળ છે. સાથોસાથ, તેઓ ટેક્નોલોજીકલ આદાન-પ્રદાન ઈચ્છે છે જેથી બંને દેશ અન્ય દેશોને સસ્તા ભાવે નિકાસ કરવા માટે સૈન્ય ઉપકરણ બનાવી શકે.
Landed in Vladivostok, capital of the Russian Far East and the crossroads of a dynamic region. Looking forward to joining various programmes in this short but important visit. pic.twitter.com/cLa0hh5iby
વ્લાદિવોસ્તોક પહોંચતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફાર ઇસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટી (Far Eastern Federal University) ખાતે ત્યાં વસતા ભારતીઓએ ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું. પીએમ મોદીએ પણ તેમની સાથે હાથ મેળવીને તેમના સ્વાગતને વધાવી લીધું.
Prime Minister Narendra Modi welcomed by the Indian diaspora in Russia, at the Far Eastern Federal University (FEFU) in Vladivostok. pic.twitter.com/B0NcE4n4Tq
રશિયાના શહેર વ્લાદિવોસ્તોકનો પ્રવાસ કરનારા મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે. તેઓ બુધવારે રાષ્ટ્રપતિ પુતિન સાથે વ્યાપક ચર્ચા કરવાના છે. પીએમ મોદીએ રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ પ્રવાસ નવા રસ્તે લઈ જશે, નવી ઉર્જા આપશે અને બંને દેશોની વચ્ચે સંબંધોને નવી ગતિ પૂરી પાડશે. ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમની સાઇડલાઇનમાં યોજાનારી 20મી રશિયા-ભારત શિખર બેઠક દરમિયાન બંને દેશ લગભગ 15 દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના છે, જેમાં કેટલાક સૈન્ય-ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ હશે.