નવી દિલ્હી : જર્મનીના (Germany)ચાન્સલર ઓલાફ શોલ્જના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી( PM Narendra Modi) 26-27 જૂનના રોજ જી-7 શિખર સંમેલનમાં (G7 Summit)ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. રવિવારે સવારે પીએમ મોદી જર્મની પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર પારંપરિક બેન્ડના ધૂન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગતનો વીડિયો પીએમઓ ઇન્ડિયા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિખર સંમેલનમાં યુક્રેન સંઘર્ષ, હિન્દ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, જલવાયુ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારો પર ચર્ચા થશે. વિદેશ સચિવ વિનય કાત્રાએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી 28 જૂને સંયુક્ત અરબ અમિરાતની યાત્રા પર જશે જ્યાં તે યૂએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક રહેલા શેખ ખલીફા બિન જાયેદ અલ નાહ્વાનના નિધન પર વ્યક્તિગત રુપથી શ્રદ્ધાંજલિ આપશે. જી-7 શિખર સંમેલનમાં યુક્રેનની બેઠક પર ભારતનું વલણ શું રહેશે તેવા સવાલના જવાબમાં વિદેશ સચિવ વિનય કાત્રાએ કહ્યું કે યુક્રેન સંકટ શરુ થયું ત્યારથી જ ભારતનું વલણ સ્પષ્ટ છે કે જલ્દીથી જલ્દી યુદ્ધ વિરામ થવો જોઈએ અને વાતચીત-ફૂટનીતિ દ્વારા સમસ્યાનું સમાધાન કરવું જોઈએ.
An early morning touchdown in Munich…
PM @narendramodi will participate in the G-7 Summit.
તેમણે કહ્યું કે યુક્રેન સંકટના કારણે ખાદ્ય, ઉર્જા સુરક્ષા સાથે જોડાયેલા વિષયો, ઉત્પાદો સાથે જોડાયેલ ફૂગાવો, વૈશ્વિક આપૂર્તિ બાધિત થવાના મુદ્દા પર ભારતે વિભિન્ન મંચો પર પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો છે. વિનય કાત્રાએ કહ્યું કે વૈશ્વિક મંચો પર ભારતનું વલણ ભારતના હિતો અને તેના સિદ્ધાંતો અંતર્ગત નક્કી થાય છે અને તેને લઇને કોઇ શંકા કે સંકોચ ન હોવો જોઈએ.
#WATCH PM Narendra Modi gets warm welcome from the Indian diaspora in Munich, Germany
જી-7 સમૂહ દુનિયાના સાત સૌથી અમીર દેશોનો સમૂહ છે. જેની અધ્યક્ષતા જર્મની કરી રહ્યું છે. આ સમૂહમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન સામેલ છે. વિદેશ સચિવે જણાવ્યું કે જી-7 શિખર સંમેલનનું આયોજન જર્મનીની અધ્યક્ષતામાં થઇ રહ્યું છે, જેમાં આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર