કોરોના કાળમાં વધી PM મોદીની લોકપ્રિયતા, વૈશ્વિક નેતાઓમાં સૌથી વધારે એપ્રૂવલ રેટિંગ

કોરોના કાળમાં વધી PM મોદીની લોકપ્રિયતા, વૈશ્વિક નેતાઓમાં સૌથી વધારે એપ્રૂવલ રેટિંગ
કોરોના કાળમાં વધી PM મોદીની લોકપ્રિયતા, વૈશ્વિક નેતાઓમાં સૌથી વધારે એપ્રૂવલ રેટિંગ

અમેરિકા સંસ્થા Morning Consult દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં આ વાત સામે આવી છે

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)લોકપ્રિયતા કોરોના મહામારી (Covid-19 Pandemic)દરમિયાન સતત વધી છે. એક અમેરિકા સંસ્થા Morning Consult દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં સામે આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન પીએમ મોદીની એપ્રૂવલ રેટિંગ 55 રહી હતી. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યું કે પીએમ મોદીની લોકપ્રિયતા વૈશ્વિક નેતાઓમાં સૌથી વધારે રહી છે.

  દુનિયાના 13 દેશોના નેતાઓની એપ્રૂવલ રેટિંગ  મોર્નિંગ કંસલ્ટ સંસ્થાના પોલિટિકલ ઇન્ટેલિજેન્સ વિભાગ વર્તમાનમાં દુનિયાના 13 દેશના નેતાઓની એપ્રૂવલ રેટિંગ નક્કી કરી રહ્યું છે. આ દેશ માં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, સાઉથ કોરિયા, સ્પેન અને યૂકેનો સમાવેશ થાય છે. સંસ્થાના ડેટા દ્વારા આ દેશોમાં નેતાઓની લોકપ્રિયતાનો અંદાજ લગાવવામાં પણ મદદ મળે છે.

  આ પણ વાંચો - દેશભરમાં કોરોના વેક્સીનનો ડ્રાઇ રન 2 જાન્યુઆરીથી, DCGIએ કહ્યું- નવા વર્ષમાં આપણે ખાલી હાથે નહીં હોઈએ

  આ લિસ્ટમાં પીએમ મોદી સિવાય જે દેશોના નેતાઓની લોકપ્રિયતા વધી છે તેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મૈનુએલ લોપેઝ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા એવા સર્વે સામે આવ્યા છે. જેમાં વૈશ્વિક નેતાઓમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ વધેલો બતાવવામાં આવ્યો છે.

  આ પહેલા મે મહિનામાં પણ મોર્નિંગ કંસલ્ટે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) 11 માર્ચે કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કર્યા પછી દુનિયાના 10 નેતાઓની લોકપ્રિયતામાં 9 ટકાનો વધારો થયો છે. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી ઉપર હતા. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જર્મનીના શીર્ષ નેતાઓની લોકપ્રિયતામાં વધારો થયો હતો.
  Published by:Ashish Goyal
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ