અપ્રૂવલ રેટિંગમાં દુનિયાના નંબર વન નેતા બન્યા PM Narendra Modi, જો બાઇડનને પાછળ છોડ્યા

પીએમ મોદી અપ્રૂવલ રેટિંગના (Approval Rating) મામલામાં વૈશ્વિક નેતાઓની યાદીમાં પ્રથમ સ્થાન પર છે. (ફાઇલ તસવીર)

Morning Consult Survey મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એપ્રૂવલ રેટિંગ 70% છે, આ રેટિંગ દુનિયાના ટૉપ 13 નૈતાઓમાં સૌથી વધુ

  • Share this:
    નવી દિલ્હી. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના (Morning Consult) સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને દુનિયાના સૌથી પસંદગીના નેતા જાહેર કરવામાં આવ્યા છે. પીએમ મોદી અપ્રૂવલ રેટિંગના (Approval Rating) મામલામાં વૈશ્વિક નેતાઓની યાદીમાં પ્રથમ સ્થાન પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને (Boris Jonson) પણ આ મામલામાં પાછળ છોડી દીધા છે. રિપોર્ટ મુજબ, પીએમ મોદીનું એપ્રૂવલ રેટિંગ 70 ટકા છે અને આ રેટિંગ દુનિયાના ટૉપ 13 નૈતાઓમાં સૌથી વધુ છે.

    મોર્નિંગ કન્સલ્ટના (Morning Consult) સર્વે અનુસાર, PM Narendra Modi અન્ય વૈશ્વિક નેતાઓ કરતાં વધુ સારું કામ કરી રહ્યા છે. પીએમ મોદી સિવાય, માત્ર બે વિશ્વ નેતાઓને 60થી વધુનું રેટિંગ મળ્યું છે. આ યાદીમાં વડાપ્રધાન મોદી બાદ બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ મેન્યુઅલ લોપે ઓબ્રેડર છે, જેમની એપ્રૂવલ રેટિંગ 64 છે, જ્યારે ત્રીજા ક્રમે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રાગી છે, જેમનું રેટિંગ 63 છે.

    ચોથા નંબર પર 52ના રેટિંગ સાથે જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન આ અપ્રૂવલ લિસ્ટમાં પાંચમા સ્થાને છે. બાઇડનની એપ્રૂવલ રેટિંગ 50થી પણ ઓછું છે. તેમનું રેટિંગ 48 છે. નોંધનીય છે કે, પહેલા મે મહિનાની વડાપ્રધાન મોદીની એપ્રૂવલ રેટિંગ 2020માં સૌથી 84 ટકા હતી. ત્યારે ભારત મહામારીના પ્રકોપમાંથી બહાર આવી રહ્યું હતું.

    આ પણ વાંચો, કેન્દ્રીય આરોગ્ય મંત્રી Mansukh Mandaviya નામ બદલીને સામાન્ય દર્દી તરીકે પહોંચી ગયા સરકારી હોસ્પિટલ, જાણો પછી શું થયું

    મોર્નિગ કન્સલ્ટ અપ્રૂવલ રેટિંગ યાદી (Morning Consult Approval Ratings)

    1- નરેન્દ્ર મોદી: 70%
    2- લોપે ઓબ્રેડર : 64%
    3- મારિયા દ્રાગી : 63%
    4- એન્જેલા મર્કેલ : 53%
    5- જો બાઇડન : 48%
    6- સ્કોટ મોરિસન : 48%
    7- જસ્રી્જન ટ્રૂડો : 45%
    8- બોરિસ જોનસન : 41%
    9- જેર બોલ્સોનૈરો : 39%
    10- મૂન-જે-ઇન : 38%
    11- પેડ્રો સાંચેજ : 35%
    12- ઇમૈન્યૂઅલ મૈક્રોં : 34%
    13- યોશિહિદે સુગા : 25%

    આ પણ વાંચો, કોણ છે Mullah Abdul Ghani Baradar જે અફઘાનિસ્તાનમાં ચલાવશે Taliban સરકાર?

    નોંધનીય છે કે, મોર્નિંગ કન્સલ્ટ એક પોલિટિકલ ઇન્ટેલિજન્સ ફર્મ છે. આ ફર્મ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી નેતાઓના કામકાજ, તેમના દ્વારા વૈશ્વિક સ્તરે લેવાયેલા નિર્ણયો સહિત તેમના માટે અપ્રૂવલ રેટિંગ પર નજર રાખે છે.
    Published by:Mrunal Bhojak
    First published: