Home /News /national-international /ખેડૂતોના નામે કૃષિ મંત્રીના પત્રમાં એવું શું ખાસ છે? PM મોદીએ સૌને વાંચવા માટે કરી અપીલ

ખેડૂતોના નામે કૃષિ મંત્રીના પત્રમાં એવું શું ખાસ છે? PM મોદીએ સૌને વાંચવા માટે કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે કૃષિ મંત્રીએ ખેડૂત ભાઈ-બહેનોને પત્ર લખી પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે, એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયાસ કર્યો છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશવાસીઓને કૃષિ મંત્રી નરેન્ર્વ સિંહ તોમર (Agriculture Minister Narendra Singh Tomar)એ ખેડૂતોના નામે લખેલા પત્રને વાંચવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે કૃષિ મંત્રીના પત્રમાં ખેડૂતોને લઈને તેમની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે કૃષિ મંત્રીએ ખેડૂત ભાઈ-બહેનોને પત્ર લખી પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે, એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. તમામ અન્નદાતાઓને મારો આગ્રહ છે કે તેઓ તેને ચોક્કસ વાંચે. દેશવાસીઓને આગ્રહ છે કે તેઓ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.

ખેડૂતોના નામે લખેલા પત્રમાં કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે ત્રણ કૃષિ સુધાર કાયદા ભારતીય કૃષિમાં નવા અધ્યાયનો પાયો બનશે, ખેડૂતોને વધુ સ્વતંત્ર કરશે, સશક્ત કરશે. તોમરે દિલ્હીની વિવિધ સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આગ્રહ કર્યો કે તેઓ ‘રાજકીય સ્વાર્થ’ માટે ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા ભ્રમથી બચો. તેઓએ આરોપ લગાવ્યો કે સરકાર અને ખેડૂતોની વચ્ચે ‘જૂઠની દીવાલ’ ઊભી કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, ખેડૂતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટે કહ્યું- પ્રદર્શન ખેડૂતોનો હક, કમિટી બનાવીને ઉકેલ શોધાય, રસ્તા જામ ન થવા જોઈએ

કૃષિ મંત્રીએ પત્રમાં લખ્યું કે દેશના ઘણા ભાગોમાં ઘણા ખેડૂત સંગઠનોએ કૃષિ સુધાર કાયદાનું સ્વાગત કર્યું છે અને તે આ કાનૂન દ્વારા લાભ પણ ઉઠાવી રહ્યા છે. આ કાનૂનોને લઈને કેટલાક ખેડૂત સંગઠનોમાં ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે. જોકે કૃષિ મંત્રી હોવાને કારણે એ મારી ફરજ છે કે તે ખેડૂતોની શંકાઓનું સમાધાન કરે. કૃષિ મંત્રીએ કહ્યું કે નવો કાયદો લાગુ થયા પછી આ વખતે એમએસપી પર સરકારી ખરીદીના છેલ્લા બધા રેકોર્ડ તુટી ગયા છે. આમ છતા પણ કેટલાક લોકો ખેડૂતોને ખોટુ બોલી રહ્યા છે કે એમએસપી બંધ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો, પ્રવાસી શ્રમિકોથી લઈ ખેડૂત આંદોલન સુધી, તસવીરોમાં જુઓ આ વર્ષની મોટી ઘટનાઓ

કૃષિ મંત્રીએ પોતાના પત્રમાં કૃષિ સુધાર કાનૂનોને લઈને ફેલાવવામાં આવી રહેલા જુઠનો જવાબ પણ આપ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજનીતિક સ્વાર્થથી પ્રેરિત થઈને ખેડ઼ૂતોને ખોટુ જણાવવામાં આવી રહ્યું છે અને કાનૂનને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા 6 હજાર રૂપિયા વાર્ષિક આપવાનો ઉદ્દેશ્ય છે કે તે દેવું ના કરે. આ સાથે પાક વીમા યોજનાના પણ ફાયદા ગણાવ્યા હતા. નરેન્દ્ર સિંહ તોમરે પોતાના પત્રમાં કહ્યું કે એપીએમસી ચાલુ છે અને ચાલુ રહેશે. એપીએમસીને વધારે મજબૂત બનાવવામાં આવી રહી છે. આ સાથે ખુલ્લા બજારમાં પણ પાકને સારી કિંમત પર વેચવાનો વિકલ્પ મળશે.
First published:

Tags: Farmers Protest, Narendra Singh Tomar, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો