એકદમ અલગ હશે Lockdown 4.0, 18મે પહેલા જાણકારી અપાશે: PM મોદી

News18 Gujarati
Updated: May 12, 2020, 10:16 PM IST
એકદમ અલગ હશે Lockdown 4.0, 18મે પહેલા જાણકારી અપાશે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આ આફત ભારત માટે એક સંકેત, એક સંદેશ અને એક અવસર લઈને આવી છે. આનો રસ્તો એક જ છે. આત્મ નિર્ભર ભારત.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી (Coronavirus) વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, નવું લોકડાઉન 4 નવા નિયમોવાળુ હશે. પીએમ મોદીએ કહ્યું કે, લોકડાઉનનો ચોથો તબક્કો એકદમ નવા રંગ રૂપવાળો અને નવા નિયમોવાળો હશે. રાજ્યો તરફથી મળેલા સૂચનોના આધાર મુજબ. લોકડાઉન 4ની જાણકારી તમને 18મે પહેલા આપી દેવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે, વૈજ્ઞાનિકો જણાવે છે કે, કોરોના લાંબા સમય સુધી આપણી જિંદગીનો એક ભાગ બની રહેશે, પરંતુ આપણે આપણી જિંદગીને આ પ્રકારે નહીં હોમી દઈએ, આપણે માસ્ક પહેરીશું અને બે ગજ ડિસ્ટન્સનું પાલન કરીશું પરંતુ લક્ષ્યને પ્રભાવિત નહીં થવા દઈએ.

આપણે કોરોના આફતને અવસરમાં બદલી

આ આફત ભારત માટે એક સંકેત, એક સંદેશ અને એક અવસર લઈને આવી છે. આ પહેલા ભારતમાં એક પીપીઈ કિટ બનતી ન હતી અને N95 માસ્કનું નામ માત્રથી ઉત્પાદન થતું હતું. પરંતુ આજે ભારતમાં 2-2 લાખ પીપીઈ કિટ અને N95 માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ આફતને અવસરમાં બદલવાથી શક્ય બન્યું. ભારતને આત્મનિર્ભર ભારતના સંકલ્પથી આ શક્ય બન્યું.

21મી સદી ભારતની હશે

પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં કોરોનાથી જે 2.75 લાખ લોકોના મોત થયા છે તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂ છું. તેમણે કહ્યું કે, આ પ્રકારનું સંકટ આપણે ના પહેલા જોયું હતું કે ના સાંભળ્યું હતું. આ ત્રાસદી અકલ્પનીય અને અભૂતપૂર્વ છે પરંતુ તૂટવું, વિખેરાઈ જવું માનવને સ્વીકાર્ય નથી. આપણે આ જંગમાં સતર્ક રહી બચવાનું પણ છે અને આગલ પણ વધવાનું છે. જ્યારે દુનિયા સંકટમાં છે તો, આપણે સંકલ્પ વધારે મજબૂત કરવો પડશે.ગત શતાબ્ધીથી સાંભળતા આવ્યા છીએ કે, 21મી સદી હિન્દુસ્તાનની હશે. કોરોના સંકટ દરમિયાન આપણે સ્થિતિઓને સારી રીતે જોવા-સમજવાનો મોકો મળ્યો છે. જ્યારે આપણે સ્થિતિઓને હેવ જોઈએ છીએ તો, લાગે છે કે, 21મી સદી ભારતની છે તો, આ આપણું સપનું નહી આપણી જવાબદારી પણ લાગે છે. વિશ્વની આજની સ્થિતિ આપણને સિખવે છે કે, આનો રસ્તો એક જ છે. આત્મ નિર્ભર ભારત.
First published: May 12, 2020, 9:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading