કર્ફ્યૂં સમાન છે 21 દિવસનું લોકડાઉન, ગભરાશો નહીં, જરુરી સુવિધા મળતી રહેશે

News18 Gujarati
Updated: March 24, 2020, 9:46 PM IST
કર્ફ્યૂં સમાન છે 21 દિવસનું લોકડાઉન, ગભરાશો નહીં, જરુરી સુવિધા મળતી રહેશે
કર્ફ્યૂં સમાન છે 21 દિવસનું લોકડાઉન, ગભરાશો નહીં, જરુરી સુવિધા મળતી રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની ગંભીરતા જોતા આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની ગંભીરતા જોતા આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ લોકડાઉન એક દિવસનું નહીં પણ 21 દિવસ સુધી ચાલશે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ જાહેરાત ઘણા લોકો દ્રારા લોકડાઉનની વાતને ગંભીરતાથી ના લેવાના કારણે કરવામાં આવી છે. પીએમે કહ્યું હતું કે જ્યારે આ કોરોના વાયરસ ફેલાય છે ત્યારે તેને રોકવો મુશ્કેલ હોય છે. જેથી સખત નિર્ણય કરવો પડ્યો છે. આ સ્થિતિ કર્ફ્યૂં સમાન હશે.

હવે સવાલ એ છે કે 21 દિવસ સુધી ચાલનાર આ લોકડાઉનમાં સામાન્ય લોકોને જરુરિયાતનો સામાન કેવી રીતે મળશે. તમને જણાવી દઈએ કે જરુરી સેવા યથાવત્ રહેશે. લોકોને જરુરી સામાન મળતો રહેશે. 21 દિવસનું લોકડાઉન લાંબુ છે પણ લોકોના જીવ માટે જરુરી સુવિધાઓ મળતી રહેશે. લોકોને મેડિકલ સહિત બીજી જીવન જરુરિયાત સુવિધા આપવામાં આવશે. આ લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલશે.

આ પણ વાંચો - Covid-19 : આજે મધરાતથી 21 દિવસ માટે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન : PM મોદી

જીવન જરુરિયાત વસ્તુ એટલે કે દુધ, શાકભાજી અને રાશનની સપ્લાય થતી રહેશે. જોકે સરકારે આ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા નથી કે તેને કેવી રીતે કરવામાં આવશે.

પીએમે કહ્યું - જરુરી વસ્તુઓની સપ્લાય બની રહે તે માટે ઉપાય કરવામાં આવ્યા છે અને આગળ પણ કરવામાં આવશે. આ સમય ગરીબો માટે સંકટનો સમય છે. તેમની મદદ માટે બધા લોકો સાથે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રુપિયાની જાહેરાત કરી છે. આનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી નિપટવા માટે બધા સંશાધન ઉપલબ્ધ કરાવાશે. બધી સેવા અને સુવિધા વધારાશે. બધી રાજ્યો સરકારોને મેં વિનંતી કરે છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા સ્વાસ્થ્ય સેવા જ રહે.

પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આ 21 દિવસ તમે નહીં રહો તો દેશ 21 વર્ષ પાછળ ચાલી જશે. બહાર નિકળવું શું હોય છે તે 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો. હું આ વાત પરિવારના સભ્ય તરીકે કહી રહ્યો છું.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर