PM મોદી અને શી જિનપિંગે ડિનર ટેબલ પર અઢી કલાક સુધી કરી ચર્ચા, આતંકવાદ અને વેપાર પર ફૉકસ

પીએમ મોદી - શી જિનપિંગ

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping) શુક્રવારે બે દિવસના ભારતના પ્રવાસે આવી પહોંચ્યા છે. મહાબલીપુરમ ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી.

  • Share this:
    ચેન્નાઇ : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) બે દિવસના ભારત પ્રવાસે શુક્રવારે મહાબલીપુરમ આવી પહોંચ્યા છે. અહીં તેમની અને વડાપ્રધાન મોદી વચ્ચે ઔપચારિક મુલાકાત થઈ હતી. તમિલનાડુના કાંઠાના વિસ્તાર એવા મહાબલીપુરમમાં બંને નેતાઓ વચ્ચે શુક્રવારે આશરે પાંચ કલાક સુધી વાતચીત થઈ હતી.

    આ પહેલા શી જિનપિંગ ચેન્નાઇના એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં, અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ પી ધનપાલે ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

    પીએમ મોદીએ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને મહાબલીપુરમની સફર કરાવી

    આ પ્રસંગે પીએમ મોદી પરંપરાગત તમિલ વેશભૂષામાં નજરે પડ્યા હતા. ચીનના રાષ્ટ્રપ્રમુખ સફેદ શર્ટ અને પેન્ટમાં નજરે પડ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગે ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લીધી હતી.



    મહાબલીપુરમના શોર મંદિરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિજય ગોખલે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી, જ્યારે પીએમ મોદીએ ચીનના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને શી જિનપિંગે શોર મંદિરમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમનું સમાપન ગાંધીજીના પ્રિય ભજન રઘુપતિ રાધવ રાજારામ...સાથે થઈ હતી.

    અઢી કલાક સુધી ડિનર ડિપ્લોમસી ચાલી

    પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે ડિનર ડિપ્લોમસી થઈ હતી. વડાપ્રધાન અને શી જિનપિંગના ડિનરમાં પરંપરાગત તમિલ વ્યંજનો ઉપરાંત નૉન વેજિટેરિયન ડિશ પણ પીરસવામાં આવી હતી. બંને નેતાઓને દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ વ્યંજન "સાંભર" પણ પીરસવામાં આવ્યું હતું. વાટીને તૈયાર કરવામાં આવેલી, વિશેષ મસાલા અને નારિયેળમાંથી તૈયાર કરવામાં આવેલા "અરાચુ વિટ્ટા સાંભર" મેનૂના આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં. આ ઉપરાંત ટમાટેમાંથી બનેલી થક્કલી રસમ, ઇમલી, કદલાઈ કુરુમા અને હલવો પણ પીરસવામાં આવ્યો હતો. ચીનના રાષ્ટ્રપ્રમુખ માટે પસંદગીના માંસાહરી વ્યંજનો પણ પીરસવામાં આવ્યા હતા.



    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, આખો દિવસ શાનદાર ડિનર પર સુખદ વાતચીત સાથે પૂરો થયો હતો. વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ દરમિયાન ભારત-ચીનની ભાગીદારીને વધારે મજબૂત બનાવવા અંગે વાતચીત કરી હતી.

    પીએમ મોદીએ વેપાર અને આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો

    પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે દ્વિપક્ષીય વેપાર તેમજ રોકાણને વધારવા પર ભાર આપવા ઉપરાંત આતંકવાદ અને કટ્ટરવાદ જેવા પડકારો સામે સાથે મળીને લડવાનો સંકલ્પ કર્યો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શીએ પોત-પોતાની રાષ્ટ્રીય દૂરદ્રષ્ટિ તેમજ શાસન સંબંધીત પ્રાથમિકતાઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

    ગોખલેએ જણાવ્યું કે, બંને દેશ વચ્ચે પરસ્પર સંબધો, આતંકવાદ વેપાર જેવા મોટા મુદ્દે ચર્ચા થઈ હતી. મોદી અને શી જિંનપિંગે સ્વીકાર કર્યો કે આતંકવાદ અને કટ્ટરપંથ બંને દેશનો પડકાર છે, તેની સામે લડવા માટે સાથે મળીને કામ કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published: