ભારત-ચીન મુદ્દા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- બંને દેશ વિવાદ ઉકેલવામાં સક્ષમ, ત્રીજાની જરૂર નથી

(ફાઇલ ફોટો - રોયટર્સ)

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જવાબદાર નેતા છે અને બંને સરહદ વિવાદને ઉકેલવામાં સક્ષમ

 • Share this:
  નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin)શનિવારે ચીન સાથે ભારતના સરહદ વિવાદને (India-China Border Dispute) લઇને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)જવાબદાર નેતા છે અને બંને સરહદ વિવાદને ઉકેલવામાં સક્ષમ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારત અને ચીન વચ્ચે કોઇ પણ દખલને ફગાવતા પીટીઆઈને કહ્યું કે ભારત-ચીનના દ્વિપક્ષીય મુદ્દામાં કોઇ ત્રીજી ક્ષેત્રીય તાકાતને દખલ આપવી જોઈએ નહીં.

  રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક વર્ષથી પણ વધારે સમયથી સરહદ પર ભારત અને ચીન વચ્ચે ટકરાવની સ્થિતિ બનેલી છે. આ દરમિયાન ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ખૂની સંઘર્ષ પણ થયો હતો. ભારત અને ચીન વચ્ચે ટકરાવને ખતમ કરવા અને યથાસ્થિતિમાં રાખવા ઘણા રાઉન્ડની વાતચીત પણ થઇ છે. આમ છતા કોઇ નિશ્ચિત ઉકેલ આવી શક્યો નથી.

  આ પણ વાંચો - લગ્ન શા માટે? નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાના લગ્ન અંગેના નિવેદનથી પાકિસ્તાની સોશિયલ મીડિયામાં આગ

  ક્વાડ ગઠબંધન પર પુતિને કહી આ વાત

  ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બનેલા ક્વાડ ગઠબંધનને લઈને પુતિને કહ્યું કે રશિયા કોઈપણ રાષ્ટ્રના કોઇ પહેલમાં સામેલ થવાનું આકલન કરી શકે નહીં. જોકે કોઇ ભાગીદારીનો લક્ષ્ય કોઇ વિરુદ્ધ હોવો જોઈએ નહીં.

  પુતિને કહ્યું કે ભારત સાથે રશિયાની ભાગીદારી અને મોસ્કો-બીજિંગના સંબંધો વચ્ચે કોઇ વિરોધાભાસ નથી. ભારત અને રશિયાનો સંબંધ વિશ્વાસ પર આધારિત છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ઉન્નત હથિયારો પ્રણાલીઓ અને પ્રોદ્યોગિકના વિનિર્માણમાં રશિયાનો એકમાત્ર ભાગીદાર છે.
  Published by:Ashish Goyal
  First published: