Home /News /national-international /

PM મોદીએ નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay લોન્ચ કરી, બન્ને દેશો વચ્ચે એનર્જી સેક્ટરમાં થઇ ઘણી સમજુતી

PM મોદીએ નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay લોન્ચ કરી, બન્ને દેશો વચ્ચે એનર્જી સેક્ટરમાં થઇ ઘણી સમજુતી

નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ (Sher Bahadur Deuba)શનિવારે હૈદરાબાદ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મુલાકાત કરી

PM Narendra Modi launched rupay in nepal - પીએમ મોદીએ જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું - નેપાળ સાથે શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની યાત્રામાં ભારત એક દ્રઢ સાથી રહ્યું છે અને હંમેશા રહેશે

    નવી દિલ્હી : ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર શુક્રવારે નવી દિલ્હી પહોંચેલા નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ (Sher Bahadur Deuba)શનિવારે હૈદરાબાદ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મુલાકાત કરી હતી. બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની ઉપસ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે એનર્જી સેક્ટરમાં ઘણી સમજુતી થઇ હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ સંયુક્ત રુપથી ભારત સરકારની ક્રેડિટ લાઇન અંતર્ગત નિર્મિત નેપાળમાં સોલૂ કોરિડોર 132 કેવી પાવર ટ્રાન્સમિશન લાઇન અને સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નેપાળ આધિકારિક રુપથી આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સમાં (Nepal Joins International Solar Alliance) સામેલ થઇ ગયું છે.

    ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay નેપાળમાં લોન્ચ

    પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના નેપાળી સમકક્ષ સાથે સંયુક્ત રુપથી નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay લોન્ચ કરી અને જયનગર (ભારત) થી કુર્થા (નેપાળ) વચ્ચે ક્રોસ બોર્ડર પેસેન્જર ટ્રેન સર્વિસને પણ હરી ઝંડી બતાવી છે. પીએમ મોદીએ જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે નેપાળ સાથે શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની યાત્રામાં ભારત એક દ્રઢ સાથી રહ્યું છે અને હંમેશા રહેશે.

    આ પણ વાંચો - મોદી સરકારના લક્ષ્યાંકને પણ વટાવી ગઈ નિકાસ, 418 અબજ ડોલરનો માલ વિદેશમાં વેચાયો

    પીએમ મોદીએ કહ્યું કે દેઉબા જી ભારતના જૂના મિત્ર છે. પ્રધાનમંત્રીના રુપમાં આ તેમની પાંચમી ભારતની યાત્રા છે. તેમણે ભારત-નેપાળ સંબંધોને વિકસિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારત અને નેપાળ વચ્ચે દોસ્તી, આપણા લોકો વચ્ચે સંબંધ એવું ઉદાહરણ છે જે દુનિયામાં ક્યાંય બીજે જોવા મળે નહીં. મને જાહેરાત કરતા આનંદ થઇ રહ્યો છે કે નેપાળથી વીજળી આયાત કરવાના ઘણા બીજા ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી રહી છે.

    8 વર્ષ પછી ભારત-નેપાળ ફરીથી રેલથી જોડાશે

    ભારત-નેપાળ વચ્ચેના આ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે અને તે એક બ્રોડગેજ રેલ લાઇન છે, જેનો પ્રથમ તબક્કો એટલે કે જયનગર, બિહાર અને કુર્થા, જનકપુરની લંબાઈ 34.5 કિમી છે, જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે. બાકીનો 34.58 કિલોમીટર લાંબો રેલ વિભાગ પણ ટૂંક સમયમાં શરૂ થશે જે નેપાળના બરડીબાસ સુધી જશે. 2.95 કિમી લંબાઈનો રેલ લાઈન પ્રોજેક્ટ ભારતમાં અને 65.75 નેપાળમાં છે.

    પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (PRO) બિરેન્દ્ર કુમાર કહે છે કે 'નેપાળથી જનકપુર ધામ જનારા શ્રદ્ધાળુઓ માટે આ રેલ લાઇન ખૂબ જ અનુકૂળ રહેશે, સેવાઓ શરૂ થયા બાદ મુસાફરી ખૂબ જ સરળ બનશે. વેપારને પણ વેગ મળશે પ્રવાસીઓ વધશે અને સરહદી વિસ્તારમાં વિકાસને વેગ મળશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Nepal, PM નરેન્દ્ર મોદી, Rupay

    આગામી સમાચાર