Lockdown 5.0: 31 મે બાદ શું છે પ્લાન? PM મોદી સાથે અમિત શાહની મીટિંગ ચાલુ

News18 Gujarati
Updated: May 29, 2020, 1:26 PM IST
Lockdown 5.0: 31 મે બાદ શું છે પ્લાન? PM મોદી સાથે અમિત શાહની મીટિંગ ચાલુ
ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

લૉકડાઉન કેટલું લંબાવવામાં આવે તે બાબતે અમિત શાહની નરેન્દ્ર મોદી સાથે બેઠક

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ની વચ્ચે બેઠક શરૂ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ આ બેઠક 31 મેના રોજ ખતમ થઈ રહેલા Lockdown 4.0 અને Lockdown 5.0ના સ્વરૂપને લઈને થઈ મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રી, પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓ દ્વારા કરવામાં આવેલા સૂચનો જણાવશે.

આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને 31 મે બાદ લંબાવવા અંગે તેમના વિચાર જાણ્યા. અધિકારીઓએ આ જાણકારી આપી. લૉકડાઉનના ચોથા ચરણની સમાપ્તિના માત્ર 3 દિવસ પહેલા ગૃહ મંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ટેલીફોન પર વાતચીત કરી. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સૌથી પહેલા 35 માર્ચે લાગુ થયું હતું અને ત્યારબાદ તેને ત્રણ વાર લંબાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો, ચીન પર મોદીનો મૂડ ઑફ! ટ્રમ્પના દાવા પર સરકારે પૂછ્યું- PM સાથે ક્યારે વાત થઈ?

ગૃહ મંત્રીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ગૃહ મંત્રીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી અને લૉકડાઉનને 31 મે બાદ લંબાવવા અંગે વિચારો જાણ્યા. મુખ્યમંત્રીઓ સાથે પોતાની વાતચીત દરમિયાન શાહે રાજ્યોના ચિંતાજનક સ્થિતિવાળા વિસ્તારોમાં તેમના વિચાર જાણ્યા અને 1 જૂન બાદ કયા વિસ્તારોને ખોલવા માંગે છે, તેના વિશે પણ તેમના સૂચના જાણ્યા. રસપ્રદ વાત એ છે કે હજુ સુધી દરેક ચરણમાં લૉકડાઉન લંબાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી તેમના વિચાર જાણતા હતા.

આ પણ વાંચો, કોરોનાથી પણ મોટી બીમારી, જે દુનિયાના કરોડો લોકોને લેશે ભીંસમાં
First published: May 29, 2020, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading