નૂતન વર્ષાભિનંદન: PM નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ પાઠવી શુભેચ્છા

News18 Gujarati
Updated: October 28, 2019, 12:26 PM IST
નૂતન વર્ષાભિનંદન: PM નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

  • Share this:
આજે ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2076ની શુભ શરૂઆત થઇ છે. નવા વર્ષની આ ઉજવણી સ્વરૂપે આજે ગુજરાતભરમાં સવારથી જ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોમાં પણ નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. અને લોકોમાં તહેવારનો ઉત્સાહ અને થનગનાટ દેખતા જ જોવા મળે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ટ્વિટ કરીને તમામ ગુજરાતી ભાઇઓ બહેનોને સાલમુબારકની શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક!"


તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતી જનતાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને લોકોના મંગલમય અને પ્રગતિકારક વર્ષ રહે તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ટ્વિટમાં તેમણે કહ્યું કે "આજથી શરૂ થતું નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ...સાલ મુબારક"


વધુમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાલ ગુજરાતમાં જ છે. અમદાવાદમાં અમિત શાહના ઘરે ભાજપના સભ્યો માટે સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમણે પણ ટ્વિટર પર ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અને આવનારું વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ રંગેચંગે નવા વર્ષની ઉજવણી કરે છે.
First published: October 28, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading