Home /News /national-international /મહાપરિનિર્વાણ દિવસ પર PM મોદીએ કહ્યુ, ડૉ. ભીમરાવ આંબેડકરનું સપનું પૂરું કરવા પ્રતિબદ્ધ

મહાપરિનિર્વાણ દિવસ પર PM મોદીએ કહ્યુ, ડૉ. ભીમરાવ આંબેડકરનું સપનું પૂરું કરવા પ્રતિબદ્ધ

PM મોદીએ બાબાસાહેબને ટ્વીટર પર શ્રદ્ધાંજલિ અર્પતા આ તસવીર શૅર કરી. (Photo: Twitter)

ભારતના બંધારણ નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિવસ છે, સમગ્ર દેશ આપી રહ્યો છે શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ ભારતના બંધારણ નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકર (Dr. Bhimrao Ambedkar)નો આજે મહાપરિનિર્વાણ દિવસ છે. તેમનું નિધન આજના જ દિવસે 1956માં થયું હતું. તેમના મહાપરિનિર્વાણ દિવસ (Mahaparinirvan Diwas) પર દેશના વિવિધ હિસ્સામાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ તેમને નમન કર્યું છે. આ ઉપરાંત પણ અનેક નેતાઓએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ કહ્યું કે, મહાપરિનિર્વાણ દિવસ પર મહાન ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી રહ્યો છું. તેમના વિચાર અને આદર્શ લાખો લોકોને તાકાત આપતા રહેશે. તેમના આ દેશ માટે જે પણ સપના હતા, અમે તેને પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.બીજી તરફ, ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, એક ભવિષ્યોન્મુખી તથા સર્વસમાવેશી સંવિધાન આપીને દેશમાં પ્રગતિ, સમૃદ્ધિ અને સમાનતાનો માર્ગ પ્રશસત કરનારા બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને કોટિ-કોટિ વંદન. બાબાસાહેબના માર્ગે ચાલીને મોદી સરકાર દશકોથી વિકાસથી વંચિત વર્ગના કલ્યાણ પ્રતિ સમર્પિત ભાવથી કાર્યરત છે.

આ પણ વાંચો, વેક્સીન ડોઝ બુકિંગ કરાવવા મામલે ભારત નંબર-1, 'Novavax' પર મૂક્યો સૌથી વધુ ભરોસો

આ પણ વાંચો, Corona Vaccine Update: ફાઇઝરે ભારત પાસે પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી

આ ઉપરાંત કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ડૉ. આંબેડકરને યાદ કર્યા. તેઓએ ટ્વીટમાં લખ્યું કે, આજે આપણે દેશના નિર્માણમાં ડૉ. આંબેડકરના યોગદાનને યાદ કરી રહ્યા છીએ. સમગ્ર ભારતને તમામ પ્રકારના ભેદભાવથી સંપૂર્ણ પણે મુક્ત કરવું જ તેમને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ હશે.
First published:

Tags: Amit shah, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો