NAM Summitમાં PM મોદીએ કહ્યું, કોરોના મહામારીમાં કેટલાક લોકો ફેલાવી રહ્યા છે આતંકવાદનો વાયરસ

News18 Gujarati
Updated: May 5, 2020, 8:18 AM IST
NAM Summitમાં PM મોદીએ કહ્યું, કોરોના મહામારીમાં કેટલાક લોકો ફેલાવી રહ્યા છે આતંકવાદનો વાયરસ
પાકિસ્તાનનું નામ લીધા વગર PM મોદીએે કહ્યું કે કેટલાક લોકો આતંકનો જીવલેણ વાયરસ ફેલાવી રહ્યા છે

પાકિસ્તાનનું નામ લીધા વગર PM મોદીએે કહ્યું કે કેટલાક લોકો આતંકનો જીવલેણ વાયરસ ફેલાવી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે Non-Aligned Movement (NAM) દેશોના વર્ચ્યુઅલ સમિટને સંબોધિત કરી. NAM દેશોનું આ સંમેલન અજરબૈજાનના રાષ્ટ્રપ્રમુખ ઇલ્હામ અલિયેવના પ્રયાસો બાદ આયોજિત કરવામાં આવી. આ સમિટમાં કોરોના સંકટ પર ચર્ચા થઈ, જેની સામે ભારત સહિત દુનિયાભરના તમામ દેશો લડી રહ્યા છે. આ કડીમાં PM મોદીએ આંતકવાદનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક લોકો આતંકનો જીવલેણ વાયરસ, Fake News અને Fake Videos ફેલાવવામાં લાગેલા છે.

PM મોદીએ કહ્યું કે, કોરોના વાયરસ (Coronavirus) સંકટે વિશ્વને વર્તમાન આંતરરાષ્ટ્રીય પ્રણાલીની મર્યાદોઓનો પરિચય કરાવી દીધો છે અને પારદર્શિતા, સમાનતા અને માનવતા પર આધારિત વૈશ્વીકરણની એક નવી વ્યવસ્થાની આવશ્યક્તાને પણ રેખાંકિત કરી છે. માનવતા છેલ્લા અનેક દશકોમાં સૌથી વધુ સંકટથી પસાર થઈ રહી છે અને NAMના સભ્ય દેશ વૈશ્વિક એકજૂથતાને પ્રોત્સાહિત કરી શકે છે કારણ કે તેઓ વિશ્વનો સૌથી નૈતિક અવાજ છે.

વડાપ્રધાને કહ્યું કે, આ ભૂમિકાને નિભાવવા માટે NAM દેશોને સમાવેશી રહેવું પડશે. આ લગભગ 120 વિકાસશીલ દેશોનો મંચ છે. તેઓએ કહ્યું કે મહામારીનો મુકાબલો કરવા દરમિયાન ભારતે એ જોયું છે કે લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયક ક્ષમતા કેવી રીતે એક સાથે મળી સાચું જનઆંદોલનનું રૂપ લઈ લે છે. NAM દેશ હંમેશા વિશ્વના નૈતિક સ્વર રહ્યા છે અને આ ભૂમિકાને નિભાવવા માટે NAM દેશોનું સમાવેશી રહેવું પડશે.

આ પણ વાંચો, દેશમાં જૂનના અંતમાં ચરમ પર હશે કોરોના વાયરસઃ સ્ટડી

30 દેશોના પ્રમુખે લીધો હિસ્સો

આ વીડિયો કોન્ફરન્સમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, કૈરેબિયા અને યૂરોપના સભ્ય દેશોના 30થી વધુ રાષ્ટ્રઅધ્યક્ષો અને શાસન પ્રમુખો તથા અન્ય નેતાઓએ ભાગ લીધો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે PM મોદીએ NAM ગ્રુપના સંમેલનમાં ભાગ લીધો અને ભારતના સંસ્થાપક સભ્યોમાં સામેલ થવા માટે આ સંગઠનના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે ભારતની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને દર્શાવી છે.આ પણ વાંચો, અમેરિકામાં હવે જોવા મળી 3 ઈંચ મોટી ઝેરી માખી, લોકો માની રહ્યા છે દૈવી આપત્તિ
First published: May 5, 2020, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading