સોગંધ મુઝે ઈસ મીટ્ટી કી, મેં દેશ નહીં ઝૂકને દુંગા: PM મોદી

News18 Gujarati
Updated: February 27, 2019, 8:47 AM IST
સોગંધ મુઝે ઈસ મીટ્ટી કી, મેં દેશ નહીં ઝૂકને દુંગા: PM મોદી
ચુરુ ખાતે પીએમ મોદી

મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચુરુની ધરતી પરથી હું દેશના લોકોને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથમાં છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  રાજસ્થાનના ચુરુ ખાતે રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ વાયુસેનાએ PoKમાં કરેલી કાર્યવાહીનો આડકતરો  ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આજે વીર સપૂતોને નમન કરવાનો દિવસ છે. મોદીએ હાજર લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે તમારો ઉત્સાહ કંઈક અલગ જ છે.

મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચુરુની ધરતી પરથી હું દેશના લોકોને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથમાં છે.

મોદીએ કહ્યું કે, "આજે હું 2014માં મારા શબ્દોને યાદ કરુ છું. સોગંધ મુજે ઈસ મીટ્ટી કી, મેં દેશ નહીં મીટને દૂંગા. મેં દેશ નહીં રુકને દુંગા. મેં દેશ નહીં ઝૂકને દૂંગા. ભારત માતા કો મેરા બચન હૈ કે તેરા શીશ ઝૂકને નહીં દૂંગા. જાગ રહા હૈ દેશ મેરા. હર ભારતવાસી જીતેગા. ન ભટકેંગે, ન અટકેંગે, કુભ ભી હૌ નહીં અટકેંગે."રાજસ્થાન સરકાર ખેડૂતોને હક ન રોકે: મોદી

રેલીને સંબોધન કરતા મોદીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે. રાજસ્થાનના લોકોને આ રકમ મળી ન હોવાનું કારણ એવું છે કે અહીંની સરકારે લાભાર્થી ખેડૂતોની યાદી કેન્દ્ર સરકારને સોંપી નથી. ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યએ યાદી આપી છે. હું રાજસ્થાન સરકારને વિનંતી કરું છું કે સરકાર ખેડૂતોના હકોને રોકી ન રાખે.

આગામી દશ વર્ષમાં ખેડૂતોના ખાતામાં સીધા જ રૂ. 7.5 લાખ કરોડ જમા કરવામાં આવશે. આ માટે તેમણે કશું જ નથી કરવાનું. તેમને પોતાના મોબાઇલ પર રકમ જમા થયાનો સંદેશ આવશે.
First published: February 26, 2019, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading