'હજુ સુધી આતંકવાદીઓની લાશો ગણી રહ્યું છે પાકિસ્તાન': ઓડિશામાં પીએમ મોદી

News18 Gujarati
Updated: March 29, 2019, 2:01 PM IST
'હજુ સુધી આતંકવાદીઓની લાશો ગણી રહ્યું છે પાકિસ્તાન': ઓડિશામાં પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

મોદીએ કહ્યું કે, આ પાંચ વર્ષોમાં આપે મારો સાથ આપ્યો છે. મને દિશા બતાવી છે. વિરોધીઓના અનેક વાર સામે મને સુરક્ષા આપી છે

  • Share this:
લોકસભા ચૂંટણી પ્રચારનો પારો ધીમે-ધીમે વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી શુક્રવારે ઓડિશા, તેલંગાના અને આંધ્ર પ્રદેશના પ્રવાસ પર છે. ઓડિશાના કોરાપુટ જિલ્લાના જેપોરમાં ચૂંટણી સભાને સંબોધતા કરતાં પીએમ મીદીએ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનની સીમા પર થયેલા એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. તેઓએ કટાક્ષ કરતાં કહ્યું કે ભારતના આ એક્શન બાદ પાકિસ્તાન બાલાકોટમાં હજુ પણ આતંકવાદીઓની લાશો જ ગણી રહ્યું છે.

વડાપ્રધાને ઓડિશાની જનતાને સવાલ પૂછ્યો કે, તમારે કેવી સરકાર જોઈએ? દુશ્મનના ઘરમાં ઘૂસીને મારવાવાળી કે મોં છુપાછીને ભાગવાવાળી? સખત નિર્ણય લેનારી કે પછી અટકાવી-લટકાવી અને ભટકાવનારી સરકાર?

વડાપ્રધાન મોદીના ભાષણના મહત્વના મુદ્દા


- વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 2019ની ચૂંટણી માત્ર એક સાંસદ અને ધારાસભ્યની ચૂંટણી નથી. આ ચૂંટણી કેન્દ્ર અને રાજ્યના વિકાસના ડબલ એન્જિન લગાવનારી બીજેપીની સરકારોના પસંદગીનો સમય છે. આ આવનારા પાંચ વર્ષોમાં નવા ઓડિશા અને નવા ભારતનું નિર્માણની ચૂંટણી છે.
- આપને નક્કી કરવાનું છે કે જે સરકારો નક્સલી હિંસા પર કાબુ નથી મેળવી શકી, જે તેમની સામે નિર્બળ નજરે પડે છે, તેમને શું સજા આપવી છે?- પીએમ મોદી- ઓડિશાની જનતાને સંબોધતા મોદીએ કહ્યું કે, આ પાંચ વર્ષોમાં આપે મારો સાથ આપ્યો છે. મને દિશા બતાવી છે. વિરોધીઓના અનેક વાર સામે મને સુરક્ષા આપી છે. તેના માટે હું તમારો ઘણો આભારી છું.- પીએમ મોદી
- ચૂંટણીનો સમય ઘણો મહત્વનો હોય છે. ઓડિશાનો વિકાસ ત્યારે જ થશે જ્યારે અહીંના ખેડૂતો, ગરીબો, આદિવાસીઓ તથા શોષિત વર્ગોનો વિકાસ થશે. ઓડિશાનો વિકાસ થશે ત્યારે જ સૌનો વિકાસ થશે. દેશનો વિકાસ થશે.- પીએમ મોદી

 
First published: March 29, 2019, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading