Home /News /national-international /હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022: કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, અસ્થિરતાનું બીજૂ નામ, કાંગડામાં કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર

હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022: કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, અસ્થિરતાનું બીજૂ નામ, કાંગડામાં કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર

કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર

Himachal Pradesh Elections:હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. . આજે કાંગડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે એક વખત કોંગ્રેસ અહીંથી ગઈ તો ફરી પાછી નથી આવી. જનતા બધું જાણે છે અને આ વખતે પણ ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Himachal Pradesh, India
    હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આજે કાંગડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે એક વખત કોંગ્રેસ અહીંથી ગઈ તો ફરી પાછી નથી આવી. જનતા બધું જાણે છે અને આ વખતે પણ ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હિમાચલમાં સ્થિર સરકાર હશે અને તેમની પાસે ડબલ એન્જિનની તાકાત હશે,તો હિમાચલ પડકારોને પાર કરશે અને નવી ઊંચાઈઓને પણ સ્પર્શ કરશે.

    કોંગ્રેસ એટલે અસ્થિરતા, ભ્રષ્ટાચારની સરકાર


    પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસનો આધાર હજુ પણ પરિવારવાદ છે. આવી પાર્ટી હિમાચલના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરી શકતી નથી. કોંગ્રેસની સરકાર માત્ર બે રાજ્યોમાં છે અને ત્યાંથી માત્ર અપરાધના સમાચારો આવે છે. જો આવી પાર્ટી હોય તો કોઈ રાજ્યનો વિકાસ થઈ શકે નહીં. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એટલે અસ્થિરતા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં અવરોધની ગેરંટી છે.

    આ પણ વાંચોઃ આવકવેરા વિભાગે આજે સવારે કોલસા અને સ્ટીલના વેપારીઓના 20 ઠેકાણે દરોડા પાડ્યા





    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું હિમાચલ પ્રદેશ ભાજપને આટલું સારું ઘોષણાપત્ર બનાવવા માટે શુભેચ્છા પાઠવું છું. આ ઘોષણાપત્ર હિમાચલના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. હિમાચલ ભાજપના 11 શુભ સંકલ્પો હિમાચલના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું, “કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી, હિમાચલની ભાજપ સરકારે ગૃહિણી યોજના ચલાવીને તેમાં વધુ લોકોને ઉમેર્યા. કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના શરૂ કરી, હિમાચલની ભાજપ સરકારે હિમકેર યોજનામાં વધુ લોકોને ઉમેર્યા. આ રીતે ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે."

    'જૂની પરંપરા બદલાઈ રહી છે, ભાજપ જીતી રહી છે'


    પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ઉત્તરાખંડના લોકોએ પણ જૂની પરંપરા બદલી અને ભાજપને જીત અપાવી. ઉત્તર પ્રદેશમાં પણ 40 વર્ષ પછી એવું બન્યું છે કે જ્યારે કોઈ પાર્ટી ફરીથી જીતી અને સંપૂર્ણ બહુમતી સાથે સતત બીજી વખત સરકારમાં આવી. મણિપુરમાં પણ ફરી ભાજપની સરકાર આવી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: BJP News, Himachal News, Himachal Pradesh Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन