Doctors Day : પ્રધાનમંત્રી મોદીએ IMAને કરી યોગ પર સ્ટડીની અપીલ

ડૉક્ટર્સ ડે પર PM મોદીએ કહ્યું - કોરોના સામે જંગમાં ડૉક્ટર્સે બચાવ્યા લોકોના જીવન

પીએમ મોદીએ કહ્યું કે આ પૂણ્યનું કામ કરતા દેશના ઘણા ડૉક્ટર્સે પોતાનું જીવન પણ અર્પણ કરી દીધું છે. હું તેમને પોતાની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ગુરુવારે નેશનલ ડૉક્ટર્સ ડે (National Doctors Day) પર ચિકિત્સા જગતના લોકોને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉક્ટર્સને ઇશ્વરનું બીજુ રૂપ કહેવામાં આવે છે તેમને એમ જ કહેવાતા નથી. કેટલા લોકો એવા હશે જેમનું જીવન કોઇ સંકટમાં પડ્યું હશે, કોઇ બીમારી કે દૂર્ઘટનાનો શિકાર થયા હશે, કે ક્યારેક આપણને એવું લાગવા લાગે છે કે આપણે પોતાનાને ગુમાવી દેશું? આ પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 130 કરોડ ભારતીયો તરફથી હું દેશના બધા ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કરું છું.

    નરેન્દ્ર મોદીએ ડૉક્ટર્સ ડે ના પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને (Indian Medical Assosiation)આગ્રહ કર્યો છે કે તે યોગના ફાયદાને લઇને શોધ કરે. પીએમે કહ્યું કે જ્યારે યોગ પર ડૉક્ટર્સ શોધ કરે છે તો દુનિયા તેને ગંભીરતાથી લે છે. પીએમે કહ્યું કે શું આઈએમએ એવી સ્ટડીને મિશન મોડમાં આગળ વધારી શકે છે. પ્રધાનમંત્રીએ કોરોનાની મહામારીમાં લોકોના જીવ બચાવતા પોતાના જીવ ગુમાવનાર ડોક્ટર્સને શ્રદ્ધાંજલિ આપી હતી.

    આ પણ વાંચો - અમદાવાદ : ધોરણ 11માં પ્રવેશ માટે શાળાઓમાં નો એડમિશનના પાટિયા લાગતા વાલીઓની મુશ્કેલી વધી

    નરેન્દ્ર મોદીએ ડૉક્ટર્સ ડે ના પ્રસંગે ડૉક્ટરોને સંબોધિત કરતા કહ્યું કે ઘણા આધુનિક મેડિકલ સાયન્સ સંસ્થાન એ વાત પર સ્ટડી કરી રહ્યા છે કે કોરોના સંક્રમિત થયા પછી કેવી રીતે યોગ લોકોને ઉબરવામાં મદદ કરી શકે છે. પીએમ મોદીએ ડૉક્ટર્સની ઘણી પ્રશંસા કરતા કહ્યું કે ડૉક્ટર્સના જ્ઞાન અને અનુભવના કારણે કોરોના વાયરસથી લડવામાં મદદ મળી રહી છે.

    પીએમ મોદીએ કહ્યું કે આ પૂણ્યનું કામ કરતા દેશના ઘણા ડૉક્ટર્સે પોતાનું જીવન પણ અર્પણ કરી દીધું છે. હું તેમને પોતાની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશ જ્યારે કોરોના સામે આટલી મોટી જંગ લડી રહ્યો છે તો ડૉક્ટર્સે દિવસ રાત મહેનત કરીને લાખો લોકોના જીવન બચાવ્યા છે. તેમણે કહ્યું કે આ વર્ષે હેલ્થ સેક્ટર માટે બજેટનું આવંટન ડબલથી પણ વધારે એટલે કે બે લાખ કરોડ રૂપિયાથી પણ વધારે કરવામાં આવ્યું છે.
    Published by:Ashish Goyal
    First published: