દિલ્હી વિધાનસભા ચૂંટણી : પીએમ મોદીએ કહ્યું - સંકલ્પોને પુરા કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છીએ

News18 Gujarati
Updated: February 3, 2020, 5:18 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી : પીએમ મોદીએ કહ્યું - સંકલ્પોને પુરા કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છીએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

દિલ્હી ફક્ત એક શહેર નથી પણ આ આપણા હિન્દુસ્તાનની ધરોહર છે - પીએમ મોદી

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચાર અભિયાનને ધાર આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)જનસભાને સંબોધિત કરવા શહાદરા પહોંચ્યા છે. આ જનસભા શાહદરા ક્ષેત્રમાં કડકડડૂમાના સીબીસી ગ્રાઉન્ડમાં થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે લોકસભામાં દિલ્હીને જનતાએ ભાજપાની તાકાત વધારી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે દિલ્હીના લોકોએ દેશને બદલવામાં ઘણી મહેનત કરી છે અને હવે તે દિલ્હીને બદલશે. દિલ્હી ફક્ત એક શહેર નથી પણ આ આપણા હિન્દુસ્તાનની ધરોહર છે. આ ભારતના ભિન્ન-ભિન્ન રંગોને એક સ્થાને સમેટવાની એક જીવિત પરંપરા છે. આ દિલ્હી બધાનું સ્વાગત કરે છે. સત્કાર કરે છે. ભાગલા પછી જે લોકો દિલ્હી આવ્યા તેમણે દિલ્હીને બદલ્યું છે. જે અહીં વસી ગયા તેમણે દિલ્હીના વિકાસમાં ઘણી મદદ કરી છે. દિલ્હીની માટીમાં અહીંના લોકોનો પરસેવો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે 8 ફેબ્રુઆરીનો દિવસ ફક્ત સરકાર બનાવવા માટે નહીં પણ આ દશકમાં દિલ્હીના વિકાસને ઊંચાઇ સુધી પહોંચાડનાર હશે. આ કામ ભારતીય જનતા પાર્ટી કરશે. જે કહે છે તે બધું કરે છે. તે ભારતીય જનતા પાર્ટી જેના માટે દેશ અને તેના લોકોના ભવિષ્ય સૌથી પહેલા છે. જે નેગેટિવિટીમાં નહીં પણ પોઝિટિવિટીમાં વિશ્વાસ કરે છે. અમારા માટે દેશના હિત સૌથી મોટો મુદ્દો છે. દેશ માટે કરેલા સંકલ્પ સૌથી મોટા છે. આ સંકલ્પોને પુરા કરવા માટે અમે દિવસ-રાત એક કરી રહ્યા છીએ. દેશ સામે જે દશકો જુના પડકારો હતો તેને ઉકેલી રહ્યા છીએ, દૂર કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું હતું કે દિલ્હીમાં અવૈધ કોલોનીઓની એક ઘણી મોટી સમસ્યા હતી. આઝાદી પછી કોઈના કોઈના બહાને આ મામલો લટકેલો હતો. વોટ માટે વાયદા કરવામાં આવતા હતા, તારીખો આપવામાં આવતી હતી પણ સમસ્યા ઉકેલતા કોઈ ન હતા. દિલ્હીના 40 લાખથી વધારે લોકો, જેમાં મોટી સંખ્યામાં અહીં પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિલ્હીના લોકો રહે છે. તેમના જીવનની સૌથી મોટી ચિંતા અમારી સરકારે મુક્ત કરી છે. જે લોકોએ ક્યારેય વિચાર કર્યો ન હતો કે તે પોતાના જીવનમાં ઘરનું રજિસ્ટ્રી કરાવી શકશે, હવે તેમના ઘરના સપના સાચા પડતા જોવા મળી રહ્યા છે.
First published: February 3, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading