સ્માર્ટ ઇન્ડિયા હેકોથોનમાં PM મોદીએ કહ્યું - બેસ્ટ વૈજ્ઞાનિક, ટેકનોલોજી એન્ટરપ્રાઇઝ લીડર્સ આપણે દુનિયાને આપ્યા

સ્માર્ટ ઇન્ડિયા હેકોથોનમાં PM મોદીએ કહ્યું - બેસ્ટ વૈજ્ઞાનિક, ટેકનોલોજી એન્ટરપ્રાઇઝ લીડર્સ આપણે દુનિયાને આપ્યા
સ્માર્ટ ઇન્ડિયા હેકોથોનમાં PM મોદીએ કહ્યું - બેસ્ટ વૈજ્ઞાનિક, ટેકનોલોજી એન્ટરપ્રાઇઝ લીડર્સ આપણે દુનિયાને આપ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020ના ગ્રાન્ડ ફિનાલેમાં છાત્રોને સંબોધિત કર્યું

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020ના ' (Smart India Hackathon 2020) ગ્રાન્ડ ફિનાલેમાં છાત્રોને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ આ સંબોધન વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું.

  પીએમ મોદીએ કહ્યું હતું કે 21મી સદી જ્ઞાનની સદી છે અને આ દરમિયાન શીખવા પર ફોક્સ હોવું જોઈએ. ઝડપથી બદલી રહેલી દુનિયામાં ભારતે પોતાની પ્રભાવી ભૂમિકા નિભાવવા માટે તેટલી જ ઝડપથી બદલવું પડશે. નવી શિક્ષા નીતિમાં પહેલાની ઉણપોને દૂર કરવામાં આવી છે. હવે કોઈ મેથ્સ અને મ્યૂઝિક એક સાથે અભ્યાસ કરવા માંગશે તો તે આમ કરી શકશે.  આ પણ વાંચો - રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, છ મહિનાથી બીમાર હતા

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવી શિક્ષા નીતિથી ફક્ત ભારતથી ભાષા જ નહીં વધે દુનિયા પણ ભારતની સમૃદ્ધ ભાષાઓથી પરિચિત થશે. હવે એજ્યુકેશન પોલિસીમાં જે ફેરફાર લાવવામાં આવ્યો છે તેનાથી ભારતની ભાષાઓ આગળ વધશે. તેનો વધારે વિકાસ થશે. આ ભારતના જ્ઞાનને વધારશે, સાથે એકતાને પણ વધારશે. આ સિવાય એક મોટો લાભ એ થશે કે વિદ્યાર્થીઓને પોતાના શરૂઆતના વર્ષોમાં પોતાની ભાષા શીખવા મળશે.

  પીએમ મોદીએ કહ્યું હતું કે આપણને હંમેશા ગર્વ રહ્યો છે કે ગત સદીઓમાં આપણે દુનિયાને એકથી વધીને એક શાનદાર વૈજ્ઞાનિક, બેસ્ટ ટેક્નિશિયન, ટેકનોલોજી ઇન્ટરપ્રેન્યોર આપ્યા છે. સ્માર્ટ ઇન્ડિયાના માધ્યમથી ગત વર્ષોમાં અદભૂત ઇનોવેશન મળ્યા છે. મને વિશ્વાસ છે કે આ Hackathon પછી પણ તમે બધા યુવા સાથી દેશની જરૂરતને સમજતા દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવા-નવા સોલ્યૂશન પર કામ કરતો રહેશો.
  Published by:Ashish Goyal
  First published:August 01, 2020, 18:48 pm

  ટૉપ ન્યૂઝ