Home /News /national-international /

PM Modi Virtual Rally: પીએમ મોદીનો અખિલેશ પર પ્રહાર, કહ્યું- ચૂંટણી જોઈને ઓઢી લીધો કૃષ્ણ ભક્તિનો ચોલો

PM Modi Virtual Rally: પીએમ મોદીનો અખિલેશ પર પ્રહાર, કહ્યું- ચૂંટણી જોઈને ઓઢી લીધો કૃષ્ણ ભક્તિનો ચોલો

પીએમ મોદીએ જન ચૌપાલના માધ્યમથી આગ્રા, મથુરા અને બુલંદશહેરના લોકોને સંબોધિત કર્યા હતા

PM Narendra Modi virtual rally - છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે બતાવી દીધું કે જો કોઇ યૂપીનો વિકાસ કરી શકે છે તો તે ભાજપાની ડબલ એન્જીનની સરકાર છે

    નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022) માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)જન ચૌપાલ વર્ચ્યુઅલ રેલી (PM Modi Virtual Rally) દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav)પર પ્રહાર કર્યો હતો. તેમણે રાજ્યના લોકોને કહ્યું કે પૈસા, બાહુબલ, જાતિવાદ, પરિવારવાદ અને સંપ્રદાયવાદના દમ પર ગમે તેટલી રાજનીતિ કરી પણ તે જનતાનો પ્રેમ મેળવી શકશે નહીં.

    પીએમે કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતાએ એ નક્કી કરી લીધું છે કે આ વખતે ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો એક જ છે અને તે છે યૂપીનો વિકાસ. છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે બતાવી દીધું કે જો કોઇ યૂપીનો વિકાસ કરી શકે છે તો તે ભાજપાની ડબલ એન્જીનની સરકાર છે. આજે પીએમ મોદીએ જન ચૌપાલના માધ્યમથી આગ્રા, મથુરા અને બુલંદશહેરના લોકોને સંબોધિત કર્યા હતા.

    આ પણ વાંચો - Assembly Elections 2022: રાહુલ ગાંધીને ભારતીય સૈનિકોની વીરતા પર નહીં પણ ચીન પર વિશ્વાસ, રાજનાથ સિંહનો પ્રહાર

    પીએમ મોદીનો સપા પર પ્રહાર

    પીએમ મોદીએ સપા પ્રમુખ અખિલેશ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી જોઈને કૃષ્ણ ભક્તિનો ચોલો ઓઢનાર જ્યારે સરકારમાં હતા તો વૃંદાવન, બરસાના, ગૌવર્ધન, નંદગામને ભૂલી ગયા હતા. ભાજપાને અપાર સમર્થન મળતું જોઈને આ લોકોને હવે સપનામાં ભગવાન કૃષ્ણની (Lord Krishna)યાદ આવવા લાગી છે. પણ ઉત્તર પ્રદેશની જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે પણ ચૂંટણીમાં વિકાસ જ સૌથી મોટો મુદ્દો છે. સાથે કહ્યું કે ઉત્તર પ્રદેશની નારી શક્તિએ યોગી આદિત્યનાથને ફરી એક વખત મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી લીધું છે.

    આ પણ વાંચો - Punjab Assembly Election: પંજાબમાં કોંગ્રેસના CM ઉમેદવાર તરીકે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી, રાહુલ ગાંધીએ જાહેરાત કરી

    લતા દીદીને શ્રદ્ધાંજલિ

    આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણા લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગયા છે. કાલે જ વસંત પંચમીનો પર્વ હતો અને જેમના કંઠથી મા સરસ્વતીના આશીર્વાદ દરેકને મળતા હતા તે લતા દીદી બ્રહ્મલોકની યાત્રા પર ચાલ્યા ગયા. હું ભારે મનથી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પીએમ મોદીએ મુંબઈ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election 2022, Election 2022, પીએમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર