વિશ્વ આર્થિક ફોરમમાં PM મોદીએ કહ્યું - આશંકાઓ વચ્ચે આશાનો સંદેશ લાવ્યો છું

વિશ્વ આર્થિક ફોરમમાં PM મોદીએ કહ્યું - આશંકાઓ વચ્ચે આશાનો સંદેશ લાવ્યો છું
વિશ્વ આર્થિક ફોરમમાં PM મોદીએ કહ્યું - આશંકાઓ વચ્ચે આશાનો સંદેશ લાવ્યો છું

વિશ્વ આર્થિક મંચના દાવોસ સંવાદ સંમેલનને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળ અને કોરાના વેક્સીનનો ઉલ્લેખ કર્યો

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વિશ્વ આર્થિક મંચના દાવોસ સંવાદને (World Economic Forum)સંબોધિત કર્યું હતું. કાર્યક્રમમાં આખી દુનિયાના ઉદ્યોગ જગતના 400થી વધારે શીર્ષ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. આ સંમેલનને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળ અને કોરાના વેક્સીનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોરાના કાળમાં ભારતે દુનિયાને દવાઓ મોકલી જેથી તે મહામારી સામે લડવામાં સક્ષમ બની શકે.

  પીએમ મોદીએ કહ્યું કે ભારતે કોરોનામાં સૌથી વધારે જીવ બચાવ્યા છે. દાવોસને સંબોધિત કરતા કહ્યું કે કોરોના સાથેની લડાઇમાં ભારતના દરેક વ્યક્તિએ ધીરજ સાથે પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. કોરોના સામે લડાઇને એક જન આંદોલનમાં બદલી દીધું હતું. આજે ભારત દુનિયાના તે દેશોમાંથી છે જે પોતાના વધારેમાં વધારે નાગરિકોના જીવન બચાવવા સફળ રહ્યા છે.  આ પણ વાંચો - Kisan Andolan Live: હિંસા પછી એક્શનમાં યોગી સરકાર, આજે રાત્રે ખાલી થઈ શકે છે ગાઝીપુર બોર્ડર

  પીએમે કહ્યું કે તમે અર્થવ્યવસ્થાના આ મહત્વના મંચને આ મુશ્કેલ સમયમાં પણ જીવંત બનાવી રાખી છે. દુનિયાની અર્થવ્યવસ્થા કેવી રીતે આગળ વધશે તે આજે સૌથી મોટો સવાલ છે. તેમણે કહ્યું કે ભારત તરફથી દુનિયા માટે આશા અને સકારાત્મકતાનો સંદેશ લઈને આવ્યો છું.

  પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોના આવ્યો તો ભારત સામે મુશ્કેલી ઓછી ન હતી. ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં દુનિયાના નામી એક્સપર્ટે શું-શું કહ્યું હતું. કોઈએ ભારતમાં કોરોના સંક્રમણની સુનામી આવવાની કહી હતી તો કોઈએ બે મિલિયનથી વધારે લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી. ભારત જેવા વિકાલશીલ દેશ માટે દુનિયાની ચિંતા વ્યાજબી હતી. જોકે ભારતે આવા સમયમાં પણ પોતાના પર નિરાશાને હાવી થવા દીધી ન હતી. અમે કોરોના સામે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યા અને લોકોને કોરોના સામે જંગ માટે તૈયાર કર્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:January 28, 2021, 19:23 pm

  ટૉપ ન્યૂઝ