UNમાં પીએમ મોદીએ કહ્યું, જળવાયું પરિવર્તન પર વાતચીત નહીં, દુનિયાએ હવે કામ કરવું પડશે

પીએમ મોદીએ કહ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે, આવતીકાલે આપણે સંયુક્ત રાષ્ટ્રની બિલ્ડીંગના છત પર ભારત દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સૌર પેનલનું ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છીએ.

News18 Gujarati
Updated: September 24, 2019, 9:57 AM IST
UNમાં પીએમ મોદીએ કહ્યું, જળવાયું પરિવર્તન પર વાતચીત નહીં, દુનિયાએ હવે કામ કરવું પડશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સમિટમાં
News18 Gujarati
Updated: September 24, 2019, 9:57 AM IST
હ્યૂસ્ટનમાં ઐતિહાસિક કાર્યક્રમ 'હાઉડી મોદી'માં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્રને સંબોધિત કરવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં જળવાયુ પરિવર્તન પર યૂએનએસજીના શિખર સંમેલનને સંબોધિત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, અમે પાણી બચાવવા માટે ખુબ પ્રયાસ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું લાલચ નહી જરૂરત અમારો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે અને એટલા માટે ભારત આજે અહીં માત્ર આ ગંભીર મુદ્દા પર વાત કરવા માટે નથી, પરંતુ એક વ્યવહારિક દ્રષ્ટિકોણ પણ પ્રસ્તુત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમારૂ માનવું છે કે, એક ટન ભાષણથી વધારે છે સારો અભ્યાસ. ભારતમાં અમે 2022 સુધી પોતાની અક્ષય ઉર્જા ક્ષમતાને 175 ગીગાવોટ સુધી વધારવા જઈ રહ્યા છીએ.

11.5 કરોડ પરિવારને આપ્યા ગેસ કનેક્શન

પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારા પરિવહન ક્ષેત્રમાં ઈ-મોબિલિટીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ભારત પેટ્રોલ અને ડિઝલમાં મિશ્રિત જૈવ ઈંધણને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. અમે 11.5 કરોડ પરિવારને ખાવાનું બનાવવા માટે ગેસ કનેક્શન આપ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના કાર્યોની વાત કરીએ ત્યારે, લગભગ 80 દેશ અમારી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પહેલમાં સામેલ થઈ ગયા છે. પીએમએ કહ્યું કે, મને ખુશી છે કે, ભારત અને સ્વીડન અન્ય ભાગીદારો સાથે ઉદ્યોગ પરિવર્તન ટ્રેક શરૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે જળ સંરક્ષણ, વર્ષા જળ સંચયન, અને જળ સંશાધનોના વિકાસ માટે જળ જિવન મિશન શરૂ કર્યું છે. આગામી કેટલાક વર્ષોમાં, ભારત તેના પર 5 કરોડ ડોલર ખર્ચ કરવા જઈ રહ્યું છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિક માટે ચલાવ્યું છે જનઆંદોલન
Loading...

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે ભારતના સ્વતંત્ર દિવસના અવસર પર, અમે સિંગલ યૂજ પ્લાસ્ટિકના ઉપયોગને ખતમ કરવા માટે એક જન આંદોલનને આહ્વાહન કર્યું છે. પીએમએ કહ્યું, મને આશા છે કે, આ સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરુદ્ધ વૈશ્વિક સ્તર પર જાગરૂપતા પેદા કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપદાઓને ધ્યાનમાં રાખી અમારા પાયાના ઢાંચાને નરમ બનાવવા માટે, બારત એક ડિઝાસ્ટર રેજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરી રહ્યું છે.

પીએમએ પોતાનું ભાષણ ખતમ કરતા કહ્યું કે, હવે વાત કરવાનો સમય ખતમ થયો, દુનિયાએ હવે કામ કરવાની જરૂરત છે. પીએમએ પોતાનું ભાષણ ખતમ કરતા કહ્યું કે, વાત કરવાનો સમય પૂરો થયો, દુનિયાએ હવે કામ કરવાની જરૂરત છે. પીએમ મોદીએ કહ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે, આવતીકાલે આપણે સંયુક્ત રાષ્ટ્રની બિલ્ડીંગના છત પર ભારત દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સૌર પેનલનું ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છીએ.
First published: September 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...