હુગલીમાં પીએમ મોદીએ કહ્યું- પશ્ચિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે

બંગાળના હુગલીમાં પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધિત કરી

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી અને પૂર્વવર્તી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે બંગાળમાં મા દૂર્ગાની પૂજા કરવાથી લોકોને રોકવામાં આવે છે

 • Share this:
  કોલકાતા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. બંગાળના હુગલીમાં પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધિત કરી હતી. પશ્ચિમ બંગાળમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી મેટ્રો રેલવેના વિસ્તારનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત બાંગ્લામાં અભિનંદન કરીને કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારો લોકોનો આ ઉત્સાહ, આ ઉમંગ, આ ઉર્જા કોલકાતાથી લઈને દિલ્હી સુધી ઘણો મોટો સંદેશો આપી રહ્યો છે. હવે પશ્ચિમ બંગાળ પરિવર્તનનું મન બનાવી ચૂક્યું છે.

  પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આ વીર ધરાથી પશ્ચિમ બંગાળ પોતાના તેજ વિકાસના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક મોટું પગલું ઉઠાવી રહ્યું છે. પાછલી વખતે હું તમને ગેસ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ દેવા આવ્યો હતો. આજે રેલ અને મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરનાર મહત્વપૂર્ણ કામ શરૂ થવા જઈ રહ્યા છે.

  આ પણ વાંચો - સોનું કે ફિક્સ ડિપોઝીટ : જાણો આ વર્ષે ક્યાં રોકાણ કરવાથી મળશે વધારે રિટર્ન

  પીએમે કહ્યું કે હવે આપણે વધારે મોડુ કરવાનું નથી. આપણે એક ક્ષણ પણ રોકાવાનું નથી. આપણે એક ક્ષણ પણ ગુમાવવાની નથી. આ વિચાર સાથે આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવી રહ્યો છે. અભૂતપૂર્વ નિવેશ કરવામાં આવી રહ્યું છે. મને હેરાની છે કે આટલા વર્ષોમાં જેટલી પણ સરકાર અહીં આવી છે તેમણે આ આખા ક્ષેત્રને પોતાના હાલ પર છોડી દીધો છે. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધરોહર ને બેહાલ કરી દીધા છે.

  પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી અને પૂર્વવર્તી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે બંગાળમાં મા દૂર્ગાની પૂજા કરવાથી લોકોને રોકવામાં આવે છે. તેમના વિસર્જનથી રોકવામાં આવે છે. દેશભક્તિના બદલે વોટબેંક, સબકા સાથ સબકા વિકાસને બદલે તૃષ્ટિકરણને બળ આપવામાં આવ્યું છે. બંગાળના લોકો વોટબેંકની રાજનીતિ માટે પોતાની સંસ્કૃતિનું અપનાન કરનાર આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. આજે હું બંગાળના લોકોને વિશ્વાસ અપાવું છું કે જ્યારે બંગાળમાં બીજેપીની સરકાર બનશે તો દરેક બંગાળવાસી પોતાની સંસ્કૃતિનું ગૌરવગાન કરી શકશે. કોઈ તેમને ડરાવી શકશે નહીં દબાવી શકશે નહીં.

  PM મોદીએ કહ્યું કે બીજેપી તે સોનાર બાંગ્લાના નિર્માણ માટે કામ કરશે. જેમાં અહીંનો ઇતિહાસ, અહીંની સંસ્કૃતિ દિવસેને દિવસે મજબૂત થશે.
  Published by:Ashish Goyal
  First published: