Home /News /national-international /PM Modi in Punjab: પંજાબમાં પીએમ મોદીએ કહ્યું- ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે ખેડૂતોને હંમેશા દગો આપ્યો છે

PM Modi in Punjab: પંજાબમાં પીએમ મોદીએ કહ્યું- ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે ખેડૂતોને હંમેશા દગો આપ્યો છે

પંજાબમાં ચૂંટણી (punjab election 2022) પહેલા પીએમ મોદીની આ અંતિમ સભા છે. રાજ્યમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે

punjab election 2022 - પીએમ મોદીએ આદ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું - આ લોકો પંજાબને તોડવાનું સપના જોઈ રહ્યા છે. આ લોકો સત્તા માટે અલગાવવાદીઓ સાથે પણ હાથ મિલાવવા તૈયાર છે

    ચંદીગઢ : પંજાબના (Punjab)ફજિલ્કા (Fazilka) જિલ્લામાં ગુરુવારે ચૂંટણી રેલીને સંબોધિત કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi in Punjab)કોંગ્રેસ પર ખેડૂતોને દગો આપવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ (pm narendra modi)કહ્યું કે કોંગ્રેસે હંમેશા એક ક્ષેત્રના લોકોને બીજા ક્ષેત્રો સાથે લડાવ્યા છે. પંજાબમાં ચૂંટણી (punjab election 2022) પહેલા પીએમ મોદીની આ અંતિમ સભા છે. રાજ્યમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 10 માર્ચે મત ગણતરી થશે.

    પીએમ મોદીએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે ખેડૂતોને હંમેશા દગો આપ્યો છે. સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની માંગણી વર્ષોથી હતી, તે ફાઇલ પર બેસી ગયા હતા. કોંગેસ સરકાર જુઠ પર જુઠ બોલતી રહી છે. કેન્દ્રમાં અમારી સરકાર બની તો અમે તે ભલામણોને લાગુ કરવાનું કામ કર્યું છે. સાથે તેમણે એ પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારની નીતિઓના કારણે પ્રદેશમાં કોઇ જલ્દી આવવા તૈયાર નથી. આટલી સંભાવનાઓથી ભરેલું આખું પંજાબ પણ ઇન્ડસ્ટ્રીઝ અહીંથી છોડીને જઈ રહી છે.

    આ પણ વાંચો - PM Modi Rally: પીએમ મોદીનો અખિલેશ-જયંતની જોડી પર કટાક્ષ, કહ્યું- દરેક વખતે લાવે છે નવો પાર્ટનર, પછી મારે છે લાત

    પંજાબના સીએમના નિવેદન ઉપર પણ ઉઠાવ્યા સવાલ

    પીએમે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નિવેદનને લઇને પણ કોંગ્રેસ પાર્ટી પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ હંમેશા એક ક્ષેત્રના લોકોને બીજા સાથે લડાવે છે. અહીં કોંગ્રેસના મુખ્યમંત્રીએ જે નિવેદન કર્યું તેના પર દિલ્હીનો પરિવાર તેમની સાથે ઉભા થઇને તાળીઓ પાડી રહ્યો હતો. તે આખા દેશે જોયું છે. પોતાના નિવેદનથી આ લોકો કોનું અપમાન કરી રહ્યા છે. અહીં કોઇ એવું ગામ નહીં હોય જ્યાં આપણા ઉત્તર પ્રદેશ કે બિહારના ભાઈ-બહેન મહેનત ના કરતા હોય.

    ડ્ર્ગ્સ અને સરહદ સુરક્ષા પર વ્યક્ત કરી ચિંતા

    પીએમ મોદીએ કહ્યું કે પંજાબ સરહદી રાજ્ય છે અને અહીં બનનારી સરકાર ઢીલા વલણ વાળી હોવી જોઈએ નહીં. તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે કોંગ્રેસની જે પાર્ટનર ઇન ક્રાઇમ પાર્ટી છે તે પણ એક પછી એક જુઠ પંજાબમાં આવીને બોલી રહી છે. આ એ લોકો છે જેમની દિલ્હીમાં સરકાર છે. આજે પંજાબમાં આવીને શીખોને ખોટું બોલનાર આ લોકોએ દિલ્હીમાં એકપણ શીખને મંત્રી બનાવ્યો નથી.
    " isDesktop="true" id="1180404" >

    પીએમે કહ્યું કે આ લોકો પંજાબને તોડવાનું સપના જોઈ રહ્યા છે. આ લોકો સત્તા માટે અલગાવવાદીઓ સાથે પણ હાથ મિલાવવા તૈયાર છે. તેમનો અને દેશના દુશ્મનોનો એજન્ડો, પાકિસ્તાનનો એજન્ડો અલગ નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022, Punjab Election 2022, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन