ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સની શરુઆત, PM મોદીએ કહ્યું - આજનો દિવસ ઐતિહાસિક

News18 Gujarati
Updated: February 22, 2020, 11:16 PM IST
ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સની શરુઆત, PM મોદીએ કહ્યું - આજનો દિવસ ઐતિહાસિક
ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સની શરુઆત, PM મોદીએ કહ્યું - આજનો દિવસ ઐતિહાસિક

આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યો

  • Share this:
નવી દિલ્હી : ઓરિસ્સાના કટક(Cuttack)માં શનિવારે પ્રથમ ‘ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સ’ ( Khelo India University Games)ની શરુઆત થઈ છે. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યો હતો. તેમણે યુવાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારતના ઇતિહાસમાં પ્રથમ ‘ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સ’ની શરુઆત આજથી થઈ રહી છે. આ ભારતમાં ખેલોના ભવિષ્ય માટે એક મોટું પગલું છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમથી દેશમાં રમતોમાં સુધારો થયો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે KheloIndia અભિયાનથી દેશમાં પરિવર્તન આવ્યું છે. રમત અને ખેલાડીઓના સ્તરમાં નિરંતર સુધારો થઈ રહ્યો છે. અભિયાન અંતર્ગત ખેલાડીઓની પ્રતિભા બહાર આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ખેલાડી પોતાનું ધ્યાન ફક્ત પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર લગાવે. બાકીની ચિંતા દેશ કરી રહ્યો છે. પ્રયત્ન છે કે અભ્યાસ સાથે રમત પણ વધે અને ફિટનેસ લેવલ પણ ઉંચુ થાય. આજનો આ દિવસ ફક્ત એક ટૂર્નામેન્ટનો આરંભ માત્ર નથી પણ ભારતમાં રમત આંદોલનના આગળના ચરણની શરુઆત છે. છેલ્લા 5-6 વર્ષોથી ભારતમાં સ્પોર્ટ્સના પ્રમોશનની ભાગીદારી માટે ઇમાનદાર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાએ PM મોદીની કરી પ્રશંસા, કહ્યું - તે બહુમુખી પ્રતિભાના ધની

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયાની સફળતાને બતાવતા કહ્યું હતું કે 2018માં આ કાર્યક્રમમાં 3500 સ્ટુડન્ટ્સ જોડાયા હતા. 2020 આવતા-આવતા આ સંખ્યા 6 હજાર થઈ ગઈ છે. ટેલેન્ટની પહેચાન હોય, ટ્રેનિંગ હોય કે પછી પસંદગી પ્રક્રિયા. દરેક બાબતે ટ્રાન્સપેરન્સીને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે.
First published: February 22, 2020, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading