પેરિસમાં મોદીએ ભારતીયોને કહ્યુ- નવા ભારતમાં ત્રણ તલાકને સ્થાન નથી

News18 Gujarati
Updated: August 23, 2019, 3:31 PM IST
પેરિસમાં મોદીએ ભારતીયોને કહ્યુ- નવા ભારતમાં ત્રણ તલાકને સ્થાન નથી
ફ્રાન્સમાં ભારતીય સમુદાય વચ્ચે પહોંચ્યા મોદી, કહ્યુ- આપણે ગરીબીથી બહાર આવી રહ્યા છીએ

ફ્રાન્સમાં ભારતીય સમુદાય વચ્ચે પહોંચ્યા મોદી, કહ્યુ- આપણે ગરીબીથી બહાર આવી રહ્યા છીએ

  • Share this:
જી-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય સમુદાયને સંબોધિત કર્યુ. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદીએ પહેલીવાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેઓએ પોતાના આવનારા પાંચ વર્ષના વિઝનને રજૂ કર્યુ.

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી ભારત-ફ્રાન્સના સંબંધો પર ચર્ચા કરવાની સાથે જમ્મુ-કાશ્મીર, ત્રણ તલાક સહિત અનેક મુદ્દાઓ પર બોલ્યા. પીએમ મોદીએ કહ્યું કે, નવા ભારતમાં ત્રણ તલાકને સ્થાન નથી.

વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારે ત્રણ તલાકને ખતમ કર્યા, નવા ભારતમાં અટકવાનો તો સવાલ જ નથી. અમારી સરકારે હાલ 75 દિવસ પૂરા કર્યા છે, મુસ્લિમ બહેન-દીકરીઓ સાથે પહેલા દેશમાં ત્રણ તલાક જેવી કુપ્રથા હતી. પરંતુ અમે તેને ખતમ કરી દીધી અને મહિલાઓને સમાનતાનો હક અપાવ્યો.


આ પણ વાંચો, ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ, મેક્રોંએ કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈ દેશ દખલ ન કરે

પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, હવે દેશમાં ટેમ્પરરીનું કોઈ સ્થાન નથી. ગાંધી અને બુદ્ધના દેશમાં ટેમ્પરરીને કાઢતાં-કાઢતાં 70 વર્ષ જતા રહ્યા. મને તો સમજમાં નથી આવી રહ્યું કે હસવું જોઈએ કે રડવું જોઈએ. સ્પષ્ટ છે કે, પીએમ મોદીનો આર્ટિકલ 370ને હટાવવાને લઈને હતો.

વડાપ્રધાને કહ્યું કે, આજકાલ આપણે 21મી સદીના INFRAની વાત કરીએ છીએ, IN પ્લસ FRA એટલે INDIA અને FRANCEનું જોડાણ: સોલાર ઇન્ફ્રાથી લઈને સોશિયલ ઇન્ફ્રા સુધી, ટેકનિકલ ઇન્ફ્રાથી લઈને સ્પેસ ઇન્ફ્રા સુધી, ડિજિટલ ઇન્ફ્રાથી લઈને ડિફેન્સ ઈન્ફ્રા સુધી, ભારત અને ફ્રાન્સનું જોડાણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો, અમિત શાહે જણાવ્યું કેવી રીતે તમામ વડાપ્રધાનોથી અલગ છે PM મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું તો કહી શકું છું કે 130 કરોડ ભારતવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત ઝડપી ગતિથી વિકાસના રસ્તે આગળ વધી રહ્યા છે. આ જ કારણે છે કે આ વખતે ફરી દેશવાસઓએ વધુ પ્રચંડ જનાદેશ આપીને અમારી સરકારને સમર્થન આપ્યું છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ જનાદેશ માત્ર એક સરકાર ચલાવવા માટે નહીં પરંતુ નવા ભારતના નિર્માણ માટે છે. એક નવું ભારત જેની સમૃદ્ધ સભ્યતા અને સંસ્કૃતિ પર સમગ્ર વિશ્વને ગર્વ હોય, અને જે 21 મી સદીને લીડ કરે. એક નવું ભારત જેનો ફોકસ 'ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' પર હોય અને જે 'ઇઝ ઓફ લિવિંગ' પણ સુનિશ્ચિત કરે.

આ પણ વાંચો, FATFએ માન્યું કે પાક. હજુ પણ આતંકીઓને ફંડિંગ કરી રહ્યું છે, કર્યુ બ્લેકલિસ્ટ
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading