PM મોદીએ વિપક્ષને ઘેરતા કહ્યુ, 'કાશ્મીર જવું હોય તો કહો, હું વ્યવસ્થા કરી આપીશ'

News18 Gujarati
Updated: October 17, 2019, 3:08 PM IST
PM મોદીએ વિપક્ષને ઘેરતા કહ્યુ, 'કાશ્મીર જવું હોય તો કહો, હું વ્યવસ્થા કરી આપીશ'
પીએમ મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરુવારે બીડની પરલી ખાતે ચૂંટણી રેલીને સંબોધન કરતા કૉંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ને આડેહાથ લીધા હતા.

  • Share this:
બીડ : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓમાં પોતાની જીત પાકી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત રેલીઓ કરી રહ્યા છે. પીએમ મોદીએ ગુરુવારે મહારાષ્ટ્રના (Maharashtra) બીડના પરલીમાં એક ચૂંટણી રેલી કરી હતી. રેલી દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસ અને એનસીપી (NCP)ને આડેહાથ લીધા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, કૉંગ્રેસ અને એનસીપી (Nationalist Congress Party)થી યુવાઓનો મોહભંગ થઈ ગયો છે. યુવાઓ આ બંને પાર્ટીઓનો સાથ છોડી રહ્યા છે. પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, 'જો તમારે કાશ્મીર જવું છે તો મને કહો, હું વ્યવસ્થા કરી આપીશ.'

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કૉંગ્રેસના એક નેતાએ કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાનો નિર્ણય દેશને બરબાદ કરી નાખશે. ત્રણ મહિના થઈ ગયા છે, શું દેશ બરબાદ થઈ ગયો છે?

પીએમ મોદીએ કહ્યુ કે વધુ એક કોંગ્રેસી નેતાએ કહ્યુ કે, આર્ટિકલ 370 હટાવીને આપણે કાશ્મીરને ગુમાવી દીધું છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, "કાશ્મીર જઈને જુઓ, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જો વિપક્ષના નેતા કાશ્મીર જવા માંગે છે તો મને કહે, હું વ્યવસ્થા કરી આપીશ."


Loading...

કોંગ્રેસ વિચારે કે તેમના નેતાઓ શા માટે પક્ષ છોડી રહ્યા છે : મોદી

પીએમ મોદીએ કહ્યુ કે, "વિરોધી પક્ષોના નેતાઓને ચિંતા થઈ રહી છે કે ભાજપના કાર્યકરો આટલી મહેનત શા માટે કરી રહ્યા છે? હું આજે બીડથી એ લોકોને કહી દઉં કે, ભાજપા પાસે લગનથી કામ કરતા કાર્યકરો છે. આ માટે જ તેઓ લોકોનાં દીલ જીતે છે અને પક્ષોને જીતાડે છે. કૉંગ્રેસના મોટાભાગના નેતાઓ આજકાલ અંદરો અંદર લડવામાં વ્યસ્ત છે. તેમના પક્ષમાં જે યુવા નેતાઓ હતા તેઓ પણ પક્ષને છોડી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ આજકાલ હતાશ અને નિરાશ છે."
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...