Home /News /national-international /પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- આપણી સંત પરંપરા હંમેશા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો ઉદ્ઘોષ કરતી રહી છે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- આપણી સંત પરંપરા હંમેશા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો ઉદ્ઘોષ કરતી રહી છે

પીએમ મોદીએ કહ્યું કે સેંકડો વર્ષો પહેલા આદિ શંકરાચાર્ય હોય કે આધુનિક કાળમાં સ્વામી વિવેકાનંદ, આપણી સંત પરંપરા હંમેશા એક ભારત, શ્રેષ્ઠ ભારતનો ઉદ્ઘોષ કરે છે

PM Narendra Modi Speech : સ્વામી આત્મસ્થાનાનન્દની (Swami Atmasthananda)જન્મ જયંતિ પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- આપણા દેશમાં સંન્યાસની મહાન પરંપરા રહી છે

નવી દિલ્હી : સ્વામી આત્મસ્થાનાનન્દની (Swami Atmasthananda)જન્મ જયંતિ પર પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)કહ્યું કે આપણા દેશમાં સંન્યાસની મહાન પરંપરા રહી છે. વાનપ્રસ્થ આશ્રમ પણ સંન્યાસની દિશામાં એક પગલું માનવામાં આવે છે. સંન્યાસનો અર્થ જ છે સ્વયંથી ઉપર ઉઠીને સૃષ્ઠી માટે કાર્ય કરવા અને જીવવું છે. સંન્યાસી માટે જીવ સેવામાં પ્રભુ સેવાને જોવી હોય છે.

- પીએમ મોદીએ કહ્યું કે સેંકડો વર્ષો પહેલા આદિ શંકરાચાર્ય હોય કે આધુનિક કાળમાં સ્વામી વિવેકાનંદ, આપણી સંત પરંપરા હંમેશા એક ભારત, શ્રેષ્ઠ ભારતનો ઉદ્ઘોષ કરે છે. રામકૃષ્ણ મિશનની તો સ્થાપના જ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે જોડાયેલી છે.

- આપણા સંતોએ આપણને બતાવ્યું છે કે જ્યારે આપણા વિચારોમાં વ્યાપકતા હોય છે તો પોતાના પ્રયત્નોમાં આપણે ક્યારેય એકલા પડતા નથી.

- ભારત વર્ષની ધરતી પર એવા ઘણા સંતોની જીવન યાત્રા જોશો જેમણે શૂન્ય સંશાધનો સાથે શિખર જેવા સંકલ્પોને પુરા કર્યા.

આ પણ વાંચો - ધોરણ 10 માંડ-માંડ પાસ કરી શકેલા IAS ઓફિસરે શેર કરી પોતાની માર્કશીટ, મળશે પ્રેરણા

- તમે દેશના કોઇપણ ભાગમાં જાઓ તમને એવું કોઇ ભાગ્યે જ ક્ષેત્ર મળશે જ્યાં વિવેકાનંદ જી ના ગયા હોય કે તેમનો પ્રભાવ ના હોય.

- તેમની યાત્રાઓએ ગુલામીના તે ગાળામાં દેશને તેની પુરાતન રાષ્ટ્રીય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો, તેમાં નવો આત્મવિશ્વાસ ફૂંક્યો હતો.

- સંન્યાસી માટે જીવ સેવામાં પ્રભુ સેવાને જોવી, જીવમાં શિવને જોવા, આ જ સર્વોપરી છે. આ મહાન સંત પરંપરાને, સન્યસ્થ પરંપરાને સ્વામી વિવેકાનંદ જીએ આધુનિક રૂપમા ઢાળ્યા છે. સ્વામી જીએ પણ સંન્યાસના આ સ્વરુપને જીવનમાં જીવ્યા અને ચરિતાર્થ કર્યું છે.
" isDesktop="true" id="1227241" >

- આજનું આ આયોજન મારા માટે વ્યક્તિગત રુપથી પણ ઘણી ભાવનાઓ અને સ્મૃતિઓથી ભરેલું છે. સ્વામી આત્મસ્થાનંદ જીએ શતાયું જીવનની ઘણા નજીક પોતાનું શરીર ત્યાગ્યું હતું. મને હંમેશા તેમના આશીર્વાદ મળ્યા છે. મારું સૌભાગ્ય છે કે તે અંતિમ ક્ષણો સુધી મારો તેમની સાથે સંપર્ક રહ્યો.

- અંતિમ પળોમાં સ્વામી જી ના મારા પર આશીર્વાદ રહ્યા અને હું અનુભવ કરતો રહ્યો કે સ્વામી જી મહારાજ ચેતન સ્વરૂપમાં આજે પણ આપણને આશીર્વાદ આપી રહ્યા છે. મને ખુશી છે તેમના જીવન અને મિશનને જન-જન સુધી પહોંચાડવા માટે આજે બે સ્મૃતિ સંસ્કરણ ચિત્ર જીવની અને ડોક્યુમેન્ટ્રી પણ રિલીઝ થઇ રહી છે.
First published:

Tags: PM Narendra Modi Speech, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો