નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે વહેલી પરોઢે 3 વાગ્યે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly- UNGA)ની એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે વ્યાપક સુધારાઓ વગર સંયુક્ત રાષ્ટ્રની અંદર આત્મવિશ્વાસની કમી રહેશે. તેઓએ કહ્યું કે આજની દુનિયાને તે બહુપક્ષીય સુધારાઓની જરૂર છે જેના માધ્યમથી વાસ્તવિકતા દર્શાવાય અને તમામ હિતધારકોને માનવ કલ્યાણ માટે અવાજ ઉઠાવવાની તક મળે.
વડાપ્રધાને કહ્યું કે, આપણે આજના પડકારોનો મુકાબલો જૂની પદ્ધતિઓથી નહીં કરી શકીએ. એક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 193 સભ્યોવાળી UNGAને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે યૂનાઇટેડ નેશન્સના કારણે આપણી દુનિયા એક ઉત્તમ સ્થળ બની શક્યું છે.
#WATCH: ...While much has been achieved, original mission remains incomplete. Declaration we're adopting today acknowledges that work still needs to be done in preventing conflict, ensuring development, addressing climate change, reducing inequality: PM on 75th anniversary of UN pic.twitter.com/Wqi6GsMCYA
તેઓએ કહ્યું કે, 75 વર્ષ પહેલા યુદ્ધની ભયાનકતાની વચ્ચે એક માનવ ઈતિહાસમાં એક એવી વૈશ્વિક સંસ્થા બની હતી. વડાપ્રધાને કહ્યું કે યૂએન ચાર્ટરના એક સંસ્થાપક તરીકે ભારત પણ આ પ્રયાસનો હિસ્સો હતો જે ભારતના દર્શન- વસુદૈવ કુટુંબકમને પ્રદર્શિત કરે છે.
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં પોતાનો જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પીએમે કહ્યું કે તેમના જ કારણે દુનિયામાં શાંતિ અને વિકાસની ધારા વહી રહી છે. મોદીએ આ દરમિયાન ભાર મૂક્યો કે ઘણું બધું એવું છે જે પ્રાપ્ત કરી લીધું છે પરંતુ હજુ પણ ઘણું કરવાનું બાકી છે. તેઓએ કહ્યું કે આપણે આજના સમયમાં ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને વિકાસ તરફ આગળ વધવા, અસમાનતાને ઓછી કરીને ડિજિટલ ટેક્નોલોજીની ક્ષમતનો ઉપયોગ કરવો પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર