બ્રાસિલિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યુ છે કે વિશ્વની આર્થિક વૃદ્ધિમાં બ્રિક્સ દેશોનો હિસ્સો 50 ટકા છે. તેઓએ કહ્યુ કે આ દેશોએ કરોડો લોકોને ગરીબીથી બહાર કાઢ્યા. તેઓ બ્રિક્સના 11મા શિખર સંમેલન (Bircs Summit) દરમિયાન બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ (BRICS Business Council)ને સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, વિશ્વની આર્થિક વૃદ્ધિમાં બ્રિક્સ દેશોનો હિસ્સો 50 ટકા છે. વિશ્વમાં મંદી હોવા છતાંય, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને ગતિ આપી, કરોડો લોકોને ગરીબીથી બહાર કાઢ્યા અને ટેકનીકલ અને સંશોધનમાં નવી સફળતાઓ પ્રાપ્ત કરી.
પીએમે કહ્યુ કે, ઇન્ટ્રા બ્રિક્સ વેપાર અને રોકાણના લક્ષ્ય વધુ મહાત્વાકાંક્ષી હોવા જોઈએ. અમારી વચ્ચે વેપારના ખર્ચને વધુ ઓછો કરવા માટે પરસ્પર ભલામણો ઉપયોગ પુરવાર થશે. તેઓએ કહ્યુ કે, હું એ ભલામણ પણ કરવા માંગું છું કે જો બ્રિક્સ સમિટ સુધી આવા ઓછામાં ઓછા પાંચ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવે, જેમાં પૂરકતાઓના આધારે આપણી વચ્ચે સંયુક્ત ઉપક્રમ બની શકે છે.
PM Narendra Modi at BRICS Business Forum: I thank the President of Brazil, Jair Bolsonaro for the decision to give Indians visa-free entry in the country. BRICS nations (Brazil, Russia, India, China, & South Africa) should deliberate on a social security agreement. #BRICS2019https://t.co/OXua0zB5dC
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કાલે સમિટ દરમિયાન બ્રિક્સ નેટવર્કે નવાચાર અને બ્રિક્સ ઇન્સ્ટીટ્યૂશન ફૉર ફ્યૂચર નેટવર્ક જેવી મહત્વપૂર્ણ પહેલ પર વિચાર કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રને મારો અનુરોધ છે કે તેઓ માનવ સંસાધનો પર કેન્દ્રીત આ પ્રયાસો સાથે જોડાય.
તેઓએ કહ્યુ કે, આપણે પાંચ દેશોને પરસ્પર સામાજિક સુરક્ષા સમજૂતી વિશે પણ વિચાર કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યુ કે, ,ભારતની રાજકીય સ્થિરતા, પૂર્વનિર્ધારિત નીતિ અને વ્યવસાગ અનુકૂળ સુધારના કારણે તે દુનિયાની સૌથી ખુલ્લી અને અનુકૂળ અર્થવ્યવસ્થા છે.